(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯
જામનગર તાલુકા ના પીપરટોડા ગામ ની સીમ માંથી પોલીસે ખનીજ ચોરી ઝડપી પાડી રૂ ૮૮ લાખ નો મુદામાલ કબજે કર્યો છે.જામનગર તાલૂકાના પીપરટોડા ગામ ની સીમ વિસ્તારમાં આવેલ વાગડીયા સીમ માંથી ગેરકાયદેસર ખનીજ મોરમ ચોરી થતી હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. અને બે નંગ જે.સી.બી. તથા ચાર નંગ ટ્રેકટર ટ્રોલી મળી કુલ રૂપીયા.૮૮,૦૦,૦૦૦ નો મુદામાલ લાલપુર પોલીસે કબજે કર્યો હતો લાલપુર પોલીસ સ્ટેશન ના પો.ઈન્સ. કે.એલ.ગળચર તથા પો.સબ ઈન્સ. એસ.પી.ગોહિલ તથા સ્ટાફ દ્રારા આ કામગીરી કરવામાં આવી હતી.

