Morbi, તા.21
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી થોડા દિવસો પહેલા દવા પી ગઈ હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નીપજેલ છે. હળવદ તાલુકાના ગોકુળીયા ગામ ખાતે રહેતા પરિવારની સીમાબેન પ્રતાપભાઈ ચૌહાણ નામની 17 વર્ષની સગીરા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી.
જેને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું. એ ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણાએ પ્રાથમિક તપાસ કરી આ અંગે હળવદ પોલીસને બનાવની જાણ કરી હતી.
રવાપર ગામે રહેતા મેહુલ પરસોત્તમભાઈ ધોરીયાણી નામના 27 વર્ષના યુવાનને સરદાર બાગ પેટ્રોલ પંપ નજીક મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
જ્યારે હાઉસિંગ બોર્ડ શનાળા રોડ ખાતે રહેતા પરિવારની ધારાબેન જયસુખભાઈ નિમાવત નામની 21 વર્ષની યુવતી કોઈ કારણસર ફીનાઇલ પી જતાં મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ વાંકાનેર ખાતે રહેતા કાદરભાઈ ઇબ્રાહીમભાઇ ઉસ્માન નામના 65 વર્ષના વૃદ્ધનું બાઈક વાંકાનેર યાર્ડ નજીક વાહન સ્લીપ થતા અહીં સારવારમાં લાવવામાં આવ્યા હતા.
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામે રહેતા જયપ્રકાશભાઈ રામનિવાસ પાલ નામનો 25 વર્ષનો યુવાન શિવમ કંપની ખાતે કામ કરતો હતો ત્યારે ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હોય તેને વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડાયો હતો.જ્યારે વાંકાનેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા અમરીબેન ખાલીદભાઈ રાઠોડ નામના 35 વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઈજાઓ થતાં વધુ સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.
તે રીતે જ ટંકારા તાલુકાના અમરાપર ગામે રહેતા નાઝમીનબેન સરફરાઝભાઈ દેકાવાડિયા નામની 22 વર્ષની યુવતી કોઈ કારણોસર ફીનાઇલ પી જતાં તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.તેણીનો લગ્નગાળો 11 માસનો હોય પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
જામનગરના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા આબેદાબેન સલીમભાઈ સમા નામના 45 વર્ષીય મહિલાને તેમના ઘરે તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જ્યારે માળિયા-અમદાવાદ હાઈવે ઉપર રહીને કામ કરતા પરિવારની પાર્વતી રાજુભાઈ બામણીયા નામની ત્રણ વર્ષની બાળકીને લોડર ચાલકે હડફેટે લેતા બાળકીને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબી નાની બજાર વિસ્તારમાં રહેતા પરિવારની માહીબેન અમારભાઈ મુસ્તાકભાઈ ચાનીયા નામની 20 વર્ષીય મહિલાએ કોઈ કારણોસર લિક્વિડ પી લીધુ
હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી. સ્ટાફના સંજયભાઈ બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

