Morbi,તા.03
મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ દરમિયાન પ્રોહીબીશનના કુલ ૮૭ કેસોમાં રૂ ૧.૮૯ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
જીલ્લાના વિવિધ પોલીસ મથકની પોલીસ ટીમોએ મેગા કોમ્બિંગ દરમિયાન પ્રસંશનીય કામગીરી કરી હતી જેમાં સીટી એ ડીવીઝન પોલીસે ૯ કેસો, બી ડીવીઝન પોલીસે ૧૨ કેસો, તાલુકા પોલીસના ૨૦ કેસ, વાંકાનેર સીટી પોલીસના ૮ કેસો, વાંકાનેર તાલુકા પોલીસના ૧૦ કેસો, હળવદ પોલીસના ૧૪ કેસો, માળિયા પોલીસના ૫ કેસ અને ટંકારા પોલીસના ૦૯ કેસો મળીને પ્રોહીબીશનના કુલ ૮૭ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા
જેમાં એ ડીવીઝન પોલીસે ૧૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૨૦ હજાર અને આથો લીટર ૬૦ કીમત રૂ ૧૨૦૦, બી ડીવીઝન પોલીસે ૭૮૦૦ ની કિમતનો ૩૯ લીટર દેશી દારૂ, તાલુકા પોલીસે ૫૯,૬૦૦ નો ૨૯૮ લીટર દેશી દારૂ, વાંકાનેર સીટી પોલીસે ૧૮ હજારની કિમતનો ૯૦ લીટર દેશી દારૂ, વાંકાનેર તાલુકા પોલીસે ૧૧,૪૦૦ નો ૫૭ લીટર દેશી દારૂ અને ૪૩૬૦ ની કિમતનો ૨૧૮ લીટર આથો, માળિયા પોલીસે ૪૮૦૦ ની કિમતનો ૨૪ લીટર દેશી દારૂ અને ૩૫૦ લીટર આથો કીમત રૂ ૭૦૦૦, ટંકારા પોલીસે ૯૫ લીટર દેશી દારૂ અને ૧૫ લીટર આથો તેમજ હળવદ પોલીસે ૧૧૮ લીટર દેશી દારૂ અને ૪૪૦ લીટર આથો તેમજ ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલ મળીને જીલ્લાની પોલીસે કુલ ૮૨૧ લીટર દેશી દારૂ, ૧૦૫૩ લીટર આથો અને ઈંગ્લીશ દારૂની ૧૦ બોટલો સહીત કુલ રૂ ૧,૮૬,૭૬૦ નો મુદામાલ કબજે લીધો છે