Morbi , તા.22
મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાઇબર ચીટીંગ અને ફ્રોડનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આરોપી ગીરીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને આ આરોપીના રેગ્યુલર જમીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા છે.
એ ડીવીઝનમાં સાઇબર ફ્રોડ અને ચીટીંગનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં આરોપી ગીરીરાજસિંહ કનકસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને આરોપીએ ફ્રોડના પૈસા સગેવગે કરવામાં મદદ કરેલા હતી જે આરોપીના રેગ્યુલર જમીન માટે વકીલ ડી.કે. જોષી (દેવ) મારફત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે હાઈકોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ ડી.કે. જોષી તથા એસ.ડી.મોઘરીયા રોકાયા હતા.

