Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    • Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    • Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»રાષ્ટ્રીય રમતગમત દિવસ ખેલ સંસ્કૃતિ, ફિટનેસ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર
    ખેલ જગત

    રાષ્ટ્રીય રમતગમત દિવસ ખેલ સંસ્કૃતિ, ફિટનેસ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026Updated:September 4, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિટ ઈન્ડિયા, ખેલ મહાકુંભ અને સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન દ્વારા રમતગમત તેમજ ફિટનેસને જનઆંદોલન બનાવતી સરકાર

    આલેખન ભાવિકા લીંબાસીયા

    માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    ભારતમાં દર વર્ષે ૨૯ ઑગસ્ટે હોકીના જાદુગર તરીકે ખ્યાતિપ્રાપ્ત દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. રમતગમતની પ્રવૃત્તિ એ શારીરિક કસરત કે મનોરંજન પૂરતી સીમિત ન રહેતાં યુવાનોમાં શિસ્ત, માનસિક સ્ફૂર્તિ, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ટીમભાવના જેવા ગુણો કેળવવાનું એક ઉત્કૃષ્ટ માધ્યમ બની ચૂકી છે. વર્તમાન સમયમાં ખેલકૂદ શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ અને ઉજ્જવળ કારકિર્દી નિર્માણનું મહત્વપૂર્ણ ક્ષેત્ર બન્યું છે, ત્યારે આ ખાસ દિવસ નાગરિકોમાં ખેલભાવના કેળવવાનો અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક શ્રેષ્ઠ અવસર પૂરો પાડે છે.

    રમતગમત ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ખેલો ઈન્ડિયા અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી ક્રાંતિકારી પહેલો શરૂ કરી છે. આ પહેલો દ્વારા દેશના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી છુપાયેલી પ્રતિભાઓને શોધીને તેમને યોગ્ય તાલીમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ જ ખેલ સંસ્કૃતિનો પ્રારંભ રાજ્ય સ્તરે વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલ મહાકુંભથી કરવામાં આવ્યો હતો. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે શરૂ થયેલા આ રમતોત્સવે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લાથી લઈને રાજ્ય કક્ષા સુધી તમામ વયજૂથના નાગરિકોને એક મંચ પર લાવીને નવી ઊર્જાનો સંચાર કર્યો છે.

    આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલીના કારણે મેદસ્વિતા એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે, ત્યારે વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કર્યો છે. નાગરિકો રમતગમત, કસરત, યોગ-પ્રાણાયામ અને સંતુલિત આહાર અપનાવીને નિરોગી રહે તેવા હેતુથી આ અભિયાનને એક વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. નિરોગી અને ફિટ શરીર જ ઉત્કૃષ્ટ રમતવીરનું નિર્માણ કરી શકે છે, તેવા વિચાર સાથે રમતગમતના માળખાની સાથે શારીરિક સુખાકારી અને મેદસ્વિતા મુક્તિ સાથે સુસ્વાસ્થ્યને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

    ગુજરાતમાં ઉભરતા ખેલાડીઓને સ્પર્ધાનું મંચ પૂરૂં પાડવાની સાથે યોગ્ય આર્થિક અને માળખાકીય સહાય પૂરી પાડવા માટે પણ અનેક યોજનાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. શક્તિદૂત યોજના દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ, પૌષ્ટિક આહાર, આધુનિક સાધનો અને પ્રવાસો માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમતોમાં આગળ વધી શકે તે માટે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટ્‌ર્સ સ્કૂલ () દ્વારા જિલ્લા કક્ષાએ વિશ્વસનીય કોચિંગ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમજ રમતગમતમાં ઉચ્ચ શિક્ષણ અને સ્પોટ્‌ર્સ સાયન્સમાં સંશોધન માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્‌ર્સ યુનિવર્સિટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

    માળખાકીય સુવિધાઓના આ જ વિકાસ મોડેલને આગળ ધપાવતાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કેરાળા ખાતે શક્તિદૂત યોજના ૩.૦ અંતર્ગત રૂ. ૧૮.૪૫ કરોડના ખર્ચે આધુનિક જિલ્લા રમતગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંકુલ સ્થાનિક પ્રતિભાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમનું નવું કેન્દ્ર બનશે. સંકુલમાં સંપૂર્ણ વાતાનુકૂલિત ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં બેડમિંતન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જિમ્નેશિયમ, શૂટિંગ રેન્જ અને વિવિધ બોર્ડ ગેમ્સ માટેની સગવડો છે. આ સાથે વોલીબોલ, કબડ્ડી અને ખો-ખો જેવી દેશી અને આઉટડોર રમતો માટે પણ સુવ્યવસ્થિત મેદાનો તૈયાર કરાયા છે. ખેલાડીઓની સુરક્ષા અને સુવિધા માટે લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, મહિલા-પુરુષ શૌચાલય, ફાયર સેફ્ટી, સીસીટીવી અને વિશાળ પાર્કિંગ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.

    રાજ્ય સરકારની રમતલક્ષી નીતિઓ અને સુદ્રઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું જ પરિણામ છે કે વર્ષ ૨૦૩૦ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ ભારત અને ખાસ કરીને ગુજરાતના અમદાવાદને મળ્યું છે. વૈશ્વિક કક્ષાની આ બહુવિધ રમત સ્પર્ધાનું આયોજન એ વાતની સાબિતી છે કે ગુજરાતનું રમતગમત માળખું હવે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો માટે સંપૂર્ણપણે સક્ષમ બની ચૂક્યું છે. ખેલ મહાકુંભ અને ફિટનેસ અભિયાનોથી શરૂ થયેલી આ રમતીય જ્યોત આજે આધુનિક સ્પોટ્‌ર્સ સંકુલોના નિર્માણથી વધુ પ્રકાશિત થઈ છે.

    રમશે ભારત, ખીલશે ભારત અને સ્વસ્થ ભારતની ભાવના સાથે સ્થાનિક સ્તરે આધુનિક તાલીમ મેળવી રહેલા આપણા ખેલાડીઓ આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા મહાકુંભમાં ત્રિરંગો લહેરાવીને દેશ અને રાજ્યનું નામ વિશ્વપટલ પર રોશન કરશે તેમાં કોઈ શંકા નથી.

     

    Bhavika Limbasiya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપૂર સંકટ દરમિયાન ભારતે મિત્રતા જાળવી રાખી, Nepali PM Balen Shah તેમની પહેલી વિદેશ મુલાકાતે દિલ્હી જશે
    Next Article શું Bangladesh પાકિસ્તાનના ’મક્કા કરાર’માં જોડાશે, રહેમાનના મંત્રી જેદ્દાહમાં સાઉદી અને તુર્કીના વિદેશ મંત્રીઓને મળ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    ખેલ જગત

    Ishan Kishan એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં એક વર્ષમાં ૫૦ થી વધુ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો

    October 10, 2026
    લેખ

    દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત, ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન

    October 9, 2026
    લેખ

    આજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ

    October 9, 2026
    લેખ

    Indian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો

    October 9, 2026
    ખેલ જગત

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-10-2026 00:23
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026

    Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન

    October 10, 2026

    મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા

    October 10, 2026

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.