પુત્રને ઘરે રમાડવા આવતા શખ્સે પરિણીતાને ધમકાવી દેહ ચૂંથ્યો હવસખોરની ધરપકડ
Rajkot તા.૧૪ઃ
શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તાબાના વિસ્તારમાં રહેતી પરિણીતા પર પાડોશમાં રહેતા શખ્સે અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. અંતે પરિણીતાએ હિંમત દાખવી ફરિયાદ આપતાં સ્થાનિક પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આરોપી ભોગ બનનાર પરિણીતાનો કૌટુંબિક સંબંધી છે. હવસખોર શખ્સ પાડોશમાં જ રહેતો હોય તે અવાર નવાર પરિણીતાના ઘરે દિકરાને રમાડવા જતો હોઈ તે દરમિયાન એક વખત છેડછાડ કરી લીધી હતી. બાદમાં તેણીને ધમકાવીને દુષ્કર્મ આચરી લીધુ હતું. આ પછી આવુ અવાર-નવાર કરતાં અંતે કંટાળીને મહિલાએ પરિવારજનોને જાણ કરી હતી.પોલીસે ૨૫ વર્ષિય પરિણીતાની ફરિયાદને આધારે ગુનો નોંધી હવસખોર શખ્સની ધરપકડ કરી પીઆઇ કે. કે. ગોહિલની ટીમે વધુ તપાસ આગળ ધપાવી છે.

