ચાર દિવસ પૂર્વે પેલેસ રોડ પરથી એક્ટિવા ઉઠાવ્યાની કબુલાત
Rajkot,તા.14
શહેરના કપિલા હનુમાન રોડ પરથી એ ડિવિઝન પોલીસ મથકના સાથે વૈશાલીનગરમાં રહેતા નેપાળી શખસને ચોરાઉ એકટીવા સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા આ એકટીવા તેણે ચાર દિવસ પૂર્વે પેલેસ રોડ પરથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.જાણવા મળતી વિગતો મુજબ, એ ડિવિઝન પોલીસમાં મથકના પીઆઇ જે.વી. વાઢીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એસ.એમ. રાણા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કનુભાઈ બસીયા, સાગરભાઇ માવદીયા, ધર્મેશભાઈ પરમાર અને કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ખાંડેખાને મળેલી બાતમીના આધારે કપિલા હનુમાન રોડ પાસેથી શંકાસ્પદ એકટીવા સાથે એક શખસને ઝડપી લીધો હતો.
પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ વિક્રમ કમલભાઈ વિશ્વકર્મા (ઉ.વ.20 રહે. વૈશાલીનગર શેરી નંબર 2, રૈયા રોડ, રાજકોટ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસે રહેલા વાહનના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસ સ્ટેશન પૂછતાછ કરતા એકટિવા નંબર જીજે ૧૩ એએ 3829 તેણે ચાર દિવસ પૂર્વે પેલેસ રોડ પરથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે રૂપિયા 30 હજારની કિંમતનું વાહન કબજે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

