Iran તા.25
ઈરાન અને અમેરિકા વચ્ચે લાંબા તનાવ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામનેઈનો એક વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં પહેલીવાર તેમનો અવાજ સંભળાય છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સએ એક દુર્લભ અને તારીખ વગરનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં 56 વર્ષીય મોજતબા એક ધાર્મિક એકેડેમિક અધ્યયન સત્રની અધ્યક્ષતા કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોમાં તે એક છાત્રના શોધપત્રને ધ્યાનથી સાંભળી રહ્યા છે. અને તેના પર ફીડબેક આપી રહ્યા છે, જોકે આ વીડિયોની પ્રમાણિકતાની સ્વતંત્ર રીતે પુષ્ટિ નથી થઈ.
ઉલ્લેખનીય છે કે મોજતબા ખામનેઈએ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલી હુમલામાં તેના પિતા અયાતુલ્લા ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યું હતું. જોકે આ પદ સંભાળે તે પહેલા એવી ખબરો બહાર આવી હતી કે હુમલામાં મોજતબા પણ ઘાયલ થયા હતા અને તેમને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી. રિપોર્ટ અનુસાર તેમની સારવાર ચાલી રહી છે હુમલા બાદ મોજતબા કયારેય જાહેરમાં આવ્યા નથી.

