Mumbai, તા. 26
ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના ફાઇનલમાં ક્વોલિફાઇ કરવાની રેસમાં થોડી ‘પાછળ ચાલી રહી છે’ અને શ્રીલંકામાં ઉત્સાહજનક પ્રદર્શનને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પુનરાવર્તિત કરવું સરળ નહીં હોય.
ભારતીય ટીમ જાન્યુઆરી 2027 થી ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પહેલાં ન્યૂઝીલેન્ડમાં બે ટેસ્ટ મેચ રમશે. દ્રવિડે કહ્યું, ‘જો ભારત વર્તમાન સ્થિતિ હોવા છતાં ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લે છે તો આ એક શાનદાર સિદ્ધિ હશે. ન્યૂઝીલેન્ડ સામે તેમનાં ઘરઆંગણે રમવું હંમેશાં એક પડકાર હોય છે. કીવી ટીમ કડક પડકાર આપે છે.’
‘પ્રસિદ્ધ છે વર્લ્ડ ક્લાસ’
ભારતીય ક્રિકેટ ટીમનાં બોલિંગ કોચ મોર્ને મોર્કેલે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની ભારે પ્રશંસા કરતા કહ્યું કે તેમણે પોતાને એક વર્લ્ડ ક્લાસ બોલર તરીકે વિકસિત કરી લીધાં છે. મોર્નેએ કહ્યું, ‘હવે તેઓ ક્રિકેટનો આનંદ માણી રહ્યાં છે. તેમને આગળ વધતાં અને વર્લ્ડ ક્લાસ બોલર બનતા જોવું શાનદાર છે.’
વોને માગી કડક સજા
બ્રાયડન કાર્સના દારૂ પીવાના વિવાદમાં સામેલ થયા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન માઇકલ વોને એવી સજાની માંગ કરી છે જેથી પૂરી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં ગભરાહટ છવાઈ જાય. વોને કહ્યું, ‘કોઈને એવી સજા મળવી જોઈએ જેથી પૂરી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને કંપારી છૂટી જાય.’

