Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Future ૨૩૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 15, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૧.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૪૯૯ સામે ૭૬૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૪૭૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૬૭૨૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૭૧ સામે ૨૩૩૦૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૨૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૨૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી. સ્થાનિકમાં એચએમપી વાઇરસ સામેના ગભરાટને હળવો કરવા સરકાર દ્વારા જાહેરાત કરાતા અને હજી સુધી ગંભીર કેસોની ગેરહાજરીને પગલે શેરબજારમાં સાવચેતી વચ્ચે રાહત જોવાઈ હતી, જો કે વૈશ્વિક સ્તરે નવા વાઇરસનો ગભરાટ નહીં જોવાતા અને ટ્રમ્પ સત્તા પર આવતા પહેલા કેટલાક દેશોમાં રાજકિય નવા સમીકરણો રચાતા આગામી દિવસોમાં નવી ઘટનાઓનો અનુભવ થવાની શક્યતા વધુ હોવાથી તેને કારણે દરેક ઉછાળે નવી ખરીદીમાં સાવચેતી જોવા મળી હતી.

    વૈશ્વિક સ્તરે પડકારો હળવા થતાં તેમજ ડોલર ઈન્ડેક્સની મજબૂતીના કારણે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં ખરીદી જોવા મળી છે. ડિસેમ્બર માસમાં ઓવરઓલ ઓટો સેલ્સ ચાર વર્ષના તળિયે પહોંચ્યા છે. જો કે, આગામી સમયમાં ઈન્ડસ્ટ્રીને વેગ આપવા સુધારા થવાના આશાવાદ સાથે વેલ્યૂબાઈંગ જોવા મળ્યુ હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં આકર્ષક તેજીના કારણે રૂપિયો સતત નવુ તળિયું નોંધાવી રહ્યો છે ત્યારે આજે રૂપિયો ફરી ડોલર સામે તૂટી નવી ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો, જયારે અમેરિકાએ ઈરાન તથા રશિયા પર નવા અંકુશો જાહેર કરતા ક્રૂડના ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, ઓટો, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૦૬ અને વધનારની સંખ્યા ૨૧૫૦ રહી હતી, ૧૦૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. ૪.૩૬%, એનટીપીસી લી. ૩.૩૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૦૩%, કોટક બેન્ક ૨.૨૯%, મારુતિ સુઝુકી ૧.૬૯%, ટેક મહિન્દ્ર ૧.૬૨%, લાર્સેન લી. ૧.૨૨%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૧૧, અદાણી પોર્ટ ૦.૯૪%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૭૯%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૭% અને એચસીએલ ટેકનોલોજી ૦.૬૬% વધ્યા હતા, જયારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૯૧%, બજાજ ફિનસર્વ ૨.૨૭%, બજાજ ફાઈનાન્સ ૨.૧૬%, એકસિસ બેન્ક ૨.૧૪%, ટાટા મોટર્સ ૦.૯૩%, નેસલે ઈન્ડિયા ૦.૮૦%, સન ફાર્મા ૦.૬૧%, એશિયન પેઈન્ટ ૦.૫૦%, ટાટા સ્ટીલ ૦.૩૫%, ટાઈટન કંપની લિ. ૦.૧૪%, એચડીએફસી બેન્ક ૦.૦૯% અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૦૬% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, રશિયન ઉત્પાદકો અને જહાજો પર અમેરિકી પ્રતિબંધોને કારણે ચીન અને ભારતની રિફાઈનરીઓએ પશ્ચિમ એશિયા, આફ્રિકા અને અમેરિકામાંથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદવું પડશે. ભારત અને ચીનને સપ્લાયમાં ઘટાડો, રશિયન ઓઇલના મોટા ખરીદદારો અને અન્ય દેશો પરની અવલંબન વધવાથી ભાવમાં વધારો થશે અને પરિવહન ખર્ચમાં વધારો થશે. ગત સપ્તાહે, યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે રશિયન તેલ ઉત્પાદકો ગેઝપ્રોમ નેફ્ટ અને સર્ગુટનેફ્ટેગાસ તેમજ રશિયન તેલ વહન કરતા ૧૮૩ જહાજો પર પ્રતિબંધો લાદ્યા હતા.

    અમેરિકાના આ પ્રતિબંધોનો હેતુ રશિયાની આવક ઘટાડવાનો છે, જેનો ઉપયોગ તે યુક્રેન સાથેના યુદ્ધમાં કરી રહ્યું છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને ૨૦૨૨ માં ૭ દેશોના જૂથ દ્વારા નિર્ધારિત કિંમત મર્યાદાને કારણે, ઘણા ટેન્કરોએ ભારત અને ચીનને તેલ પહોંચાડવાનું શરૂ કર્યું અને રશિયન તેલ યુરોપને બદલે એશિયા પહોંચવાનું શરૂ કર્યું હતું. ઈરાનથી તેલ પહોંચાડતા કેટલાક ટેન્કરો પણ પ્રતિબંધોના દાયરામાં છે. ગયા વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ભારતમાં રશિયન ક્રૂડ ઓઈલની આયાત વાર્ષિક ધોરણે ૪.૫% વધીને ૧૭.૬૪ લાખ બેરલ પ્રતિ દિવસ અથવા ભારતની કુલ તેલની આયાતના ૩૬% થઈ ગઈ છે.

    તા.૧૬.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૫.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૨૬૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૩૦૩ પોઈન્ટ થી ૨૩૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૫.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૮૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૪૮૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૦૦૯ પોઈન્ટ થી ૪૯૪૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૮૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!               

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( ૨૯૬૮ ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૯૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૯૩ થી રૂ.૩૦૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૧૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૯૨૯ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૯૭૪ થી રૂ.૧૯૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૭૮૯ ):- રૂ.૧૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૭૪૪ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૦૩ થી રૂ.૧૮૧૫ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૫૦ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૬૪ થી રૂ.૧૬૭૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    •  બાટા ઇન્ડિયા ( ૧૧૩૩ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૮૮ સ્ટોપલોસ આસપાસ ફૂટવેર આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૮૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૩૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • બજાજ ફીન્સેર્વ ( ૧૬૮૦ ):- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૧૭ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૬૫૫ થી રૂ.૧૬૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • વોલ્ટાસ લીમીટેડ ( ૧૬૨૭ ) :- હોઉસહોલ્ડ અપ્લાય્ન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૬૬૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૫૯૭ થી રૂ.૧૫૮૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • ભારતી ઐરટેલ ( ૧૬૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૯૦ થી રૂ.૧૫૭૪ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૫૩૨ ) :- રૂ.૧૫૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૬૭ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૫૧૭ થી રૂ.૧૫૦૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૭૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Indiaમાં માર્ચમાં Credit Card દ્વારા થતો ખર્ચ 24% વધ્યો: 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bitcoin Conferenceમાં મહેમાનોનું સ્વાગત કરતો જોવા મળશે હ્યુમનોઇડ રોબોટ ‘મેલોડી’

    April 28, 2026
    રાષ્ટ્રીય

    બેન્કોએ સંભવિત ધિરાણ-નુકશાનીની આગોતરી જોગવાઈ કરવી પડશે: RBI

    April 28, 2026
    લેખ

    Zeptoનો પ્રસ્તાવિત IPO ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.