Veraval તા.18
ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એસ.એસ.સી./એચ.એસ.સી.ની પરીક્ષાઓ યોજાશે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નક્કી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડિંગોના વિસ્તારમાં તા. 26/02/2026 થી તા.18/03/2026 દરમિયાન સવારના 09.00 થી સાંજે 19.00 કલાક સુધી કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે.
પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટે જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં 4 (ચાર) કે તેથી વધુ માણસો એકઠા થવા પર અને મોટા અવાજે મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
તેમજ પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનરનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ ફોન કે અન્ય ઈલેક્ટ્રોનીકસ ગેઝેટ લઈ જવા તથા તેના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય કોઇ અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

