Saudi Arabiaતા.9
સાઉદી અરબમાં ઊંટોનું સ્થાન કોઈ વીઆઈપીથી ઓછું નથી. અહીં અંદાજે 80,000 ઊંટ માલિકો અને 22 લાખ ઊંટો છે. પર્યાવરણ, પાણી અને કૃષિ મંત્રાલય દ્વારા હવે માનવોની જેમ ઊંટો માટે પણ આધિકારીક પાસપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પાસપોર્ટ પર સાઉદી અરબનું રાજચિહ્ન અને સ્વર્ણિમ ઊંટની આકૃતિ બનાવવામાં આવી છે. આ પાસપોર્ટ દ્વારા ઊંટોનો રાષ્ટ્રીય ડિજિટલ અને ભૌતિક રેકોર્ડ તૈયાર થશે. જેના કારણે ઊંટોના વેપાર, પરિવહન, આરોગ્ય અને માલિકીના હક સાબિત કરવાનું વધુ સરળ બનશે.
પ્રતિષ્ઠાનું પ્રતીક :-
સાઉદી અરબમાં ઊંટ ફક્ત એક પ્રાણી નથી, પરંતુ પ્રતિષ્ઠાનું પ્રતીક છે. અહીં દર વર્ષે ભવ્ય ‘ઊંટ સૌંદર્ય સ્પર્ધાઓ’ યોજાય છે, જેમાં વિજેતા ઊંટોની કિંમત લાખો ડોલર સુધી પહોંચી જાય છે. ઊંટોના હોઠ અને પીઠને વધુ આકર્ષક દેખાડવા માટે કરવામાં આવતી બોટોક્સ તથા અન્ય ગેરકાયદેસર કોસ્મેટિક સર્જરી પર રોક લગાવવા માટે પણ આવા પાસપોર્ટની જરૂર પડી હતી.
પાસપોર્ટમાં શું-શું હશે ? :-
ઊંટનું નામ, જન્મ તારીખ, જાતિ (નસ્લ) અને લિંગ
માઇક્રોચિપ નંબર અને વિશેષ પાસપોર્ટ નંબર
ઊંટની બંને બાજુથી લીધેલા ફોટો, જન્મ સ્થળ અને વેક્સિન લગાવાની તારીખો

