Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં વધુ એકવાર કાર ચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા
    અમદાવાદ

    Ahmedabad માં વધુ એકવાર કાર ચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા

    Vikram RavalBy Vikram RavalApril 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા.16
    અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં કૌશિક ચૌહાણ નામના એક ટેક્સીચાલકે વાસણા વિસ્તારથી જુહાપુરા સુધીમાં લગભગ સાતથી આઠ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.

    જોકે, આ દરમિયાન રોષે ભરાયેલા લોકોના ટોળાએ તેને ગાડીમાંથી ખેંચીને માર મારતાં તેનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. કારચાલક નશામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    મંગળવારે રાત્રે વાસણા રોડથી લઈને જુહાપુરા સુધીમાં કારચાલકે સાતથી આઠ લોકોને અડફેટે લીધા હતાં. ડ્રાઈવર મૂળ ભાવનગરનો કૌશિક ચૌહાણ હોવાનું સામે આવ્યું છે.  અકસ્માત એટલો ભયાનક હતો કે, કાર ઢસડાઈને જુહાપુરાની અલ અક્ષ મસ્જિદે આવીને અથડાઈ બાદમાં કાર રોકાઈ હતી.

    અકસ્માત બાદ ટેક્સી ડ્રાઇવર લોકોના હાથે ચઢ્યો અને સ્થાનિકોએ કાયદો હાથમાં લઈ તેને ખૂબ માર માર્યો હતો. આ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. નોંધનીય છે કે, કારચાલકનું મોત અકસ્માતમાં થયું હતું કે માર મારવાના કારણે તેનું કારણ હજુ અકબંધ છે.

    ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, કઈઇ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં અને મૃતક ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ, નશામાં ધૂત કારચાલક વાસણાથી કેટલાંક વાહનોને અડફેટે લેતા-લેતા આવ્યો હતો. જેના કારણે કેટલાંક વાહનો તેનો પીછો કરી તેની પાછળ આવી રહ્યા હતાં. આ લોકોથી બચવા માટે જુહાપુરાની તંગ ગલીમાં આવ્યો હતો.

    જુહાપુરામાં પણ આ ડ્રાઇવરે 7થી 8 લોકોને અડફેટે લીધા હતાં. બાદમાં સ્થાનિક લોકોના હાથે ચઢી જતાં લોકોએ તેને ઢોરમાર માર્યો હતો. આ સિવાય રોષે ભરાયેલી ભીડે કારને પણ ભારે નુકસાન પહોંચાડ્યુ હતું. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે કારચાલક મૃત હાલતમાં પડ્યો હતો.

    પોલીસે આ મામલે જણાવ્યું કે, અમને 9 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી. જુહાપુરામાં તે અનેક ગાડીઓને ટક્કર મારતા-મારતા આવ્યો હતો. હાલ ડ્રાઇવરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે. સીસીટીવીના આધારે અમે વધુ તપાસ હાથ ધરી છે. કારચાલક મૂળ ભાવનગરનો છે અને હાલ ઈસનપુરનો રહેવાસી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રામાં ૧૦૮ ઈમરજન્સી સેવાની ત્વરિત કામગીરી, ૫૩ મેડિકલ કેસ નોંધાયા

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

    July 17, 2026
    અમદાવાદ

    સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે

    July 17, 2026
    અમદાવાદ

    Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.