Junagadh તા.18
જુનાગઢ મજેવડી દરવાજા પાસે શ્રધ્ધા ટાવરની બાજુમાં જુનાગઢ ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપી નવાઝ ઉર્ફે ગોંધી હુસેન કાસમ ઓઢા ગામેતી ઉ.30 રે. જુના કુંભારવાડા માત્રી રોડ અજંટા ટોકીઝની બાજુ વાળાને દેશી તમંચો રૂા.5 હજાર એક કાર્ટીસ સાથે દબોચી લીધો હતો.
તેમની પ્રાથમિક પુછપરછમાં હસન ઉર્ફે ટકો હુસેન કાસમ ઓઢા રે. જુનાગઢ કુંભારવાડાનું નામ ખુલતા બી ડીવીઝન પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.એચ. હીરપરાએ તપાસ હાથ ધરી છે.

