Junagadh, તા.25
ડો. સુભાષ યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવનાર ઓપન જોબ ચાલી રહી છે. ગત વર્ષના ભવ્ય અને સફળ આયોજનને ધ્યાનમાં રાખીને આ વર્ષે વધુ વિશાળ સ્તરે જોબ ફેરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે વિદ્યાર્થીઓને રોજગાર માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડશે.આ વર્ષે આ વર્ષે યોજાનાર “ઓપન જોબ ફેર 2026” માટે અત્યાર સુધીમાં 60થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓએ પોતાની હાજરીની પુષ્ટિ આપી છે.
અને હજુ વધુ કંપનીઓ જોડાવાની શક્યતા છે. વિભાગવાર ભાગીદારીમાં એન્જિનિયરિંગ માટે આશરે 32થી વધુ કંપનીઓ, કોમર્સ અને મેનેજમેન્ટ માટે 11થી વધુ કંપનીઓ, ફાર્મસી અને નર્સિંગ માટે 12થી વધુ કંપનીઓ તેમજ સાયન્સ માટે 8થી વધુ કંપનીઓ જોડાશે.
આ આ જોબ ફેર માત્ર માત્ર ડો. સુભાષ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ અન્ય કોલેજો, સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્લો રહેશે જેના કારણે વધુ વિદ્યાર્થીઓને રોજગારના અવસર પ્રાપ્ત થશે. આ જોબ ફેરમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આપેલ લિંક https://dsuni.ac.in/jobfair/ પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી શકે છે. “ઓપન જોબ ફેર 2026” વિધાર્થીઓ માટે કારકિર્દી નિર્માણનું મહત્વપૂર્ણ મચ સાબિત થશે.
અને તેમને પ્રતિષ્ઠિત કંપનીઓમાં રોજગાર મેળવવાની ઉત્તમ તક પ્રદાન કરશે.યુનિવર્સિટીના પ્રમુખ રાજભાઈ ચાવડા તેમજ પ્રોવોસ્ટ ડો. દીપક પટેલએ આ જોબ ફેરના સફળ છે આયોજન માટે પ્લેસમેન્ટ સેલના સભ્યો અને તમામ ભાગ લેનાર વિધાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સાથે તેમની કારકિર્દી વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન અને રોજગારીના અવસર ઉપલબ્ધ કરાવવું યુનિવર્સિટીની પ્રાથમિક જવાબદારી છે.”

