Ahmedabad,તા.31
અમદાવાદમાંથી એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં હોસ્પિટલમાંથી એક પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે. મહિલા શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા ગઈ હતી, આ સમયે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. હાલ, મહિલાને પોલીસ મહિલા અને પરિવારની પૂછપરછ કરી રહી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલમાં એક મહિલા ગર્ભપાત કરવવા માટે આવી હતી. આ દરિમયાન હોસ્પિટલની પ્રોસેસ પૂરી કરવા માટે તેમની પાસે ઓળખ પુરાવો માંગવામાં આવ્યો. ત્યારે મહિલાએ ઓળખના પુરાવા રૂપે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ આપ્યો હતો. જેના કારણે સ્ટાફને થોડી નવાઈ લાગી હતી. જોકે, બાદમાં પાસપોર્ટ જોતા ખબર પડી કે, આ મહિલા પાકિસ્તાની છે અને તેમના વિઝા પણ માર્ચ મહિનામાં જ પૂર્ણ થઈ ગયા છે. ત્યારથી આ મહિલા અને તેમનો પરિવાર ગેરકાયદે ભારતમાં વસવાટ કરી રહ્યા છે. હાલ, આ પાકિસ્તાની મહિલાને એડમિટ રૂમને બદલે અલગથી ANC વોર્ડમાં રાખવામાં આવી છે. મહિલાનું કહેવું છે કે, તેમનો પરિવાર પણ અહીં જ રહે છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.