Palanpur,તા.૨૩
સુઈગામના લોકપ્રિય હાસ્ય કલાકાર ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરૂ માટે આ દિવસ અંતિમ સાબિત થયો. હરિધામ ગૌશાળા નજીક હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ગુજ્જુ લવ ગુરુ ઉર્ફે ચંદન રાઠોડનું મોત થયું હતું. ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના પરિવાર, મિત્રો અને લાખો ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. પરંતુ આ અકસ્માતમાં માત્ર ચંદન રાઠોડ જ નહીં, પરંતુ સામેના બાઈક પર સવાર દશરથ રાઠોડ અને મણાભાઈ રાઠોડને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના એક અઠવાડિયા બાદ અમારી ટીમ ઉચોસણ ગામે બંનેના ઘરે પહોંચી હતી.
દશરથ રાઠોડએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પરથી ખબર પડી કે જેની સાથે અકસ્માત થયો તે ગુજ્જુ લવ ગુરુ હતા. ખૂબ દુઃખ થયું. હું તેમના ઘરે પણ જઈ શક્યો નથી, તેનો મને ખૂબ આઘાત છે.” આ કોઈ જાણીજોઈને બનેલી ઘટના નથી, અચાનક બનેલો અકસ્માત છે. સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કે વગર અર્થની પોસ્ટ ન કરવા અપીલ કરી હતી,
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દશરથ રાઠોડ અને મણાભાઈ રાઠોડ પણ સામાન્ય પરિવારમાંથી આવે છે. બંને દૈનિક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અકસ્માત બાદ સારવાર અને રોજગારી પર અસર થતાં તેમના પરિવારો સામે પણ મુશ્કેલી ઊભી થઈ છે.
ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કોમેડી કિંગ ’ગુજ્જુ લવ ગુરુ’ (ચંદન રાઠોડ) ના માર્ગ અકસ્માતમાં થયેલા કરૂણ મોત મામલે મોટો વળાંક આવ્યો છે.ચંદન રાઠોડના પરિવારે અકસ્માત મામલે ભાભર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પરિવારની ફરીયાદને આધારે ભાભર પોલીસે ય્ત્ન-૦૮-ઝ્રન્-૪૨૧૦ નંબરના બાઇક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માત કોઈ સ્લિપ થવાના કારણે નહીં, પરંતુ બે બાઈક વચ્ચે સામસામે થયેલી ટક્કરના કારણે થયો હતો. આથી પોલીસે સામેની બાઈકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની થોડી મિનિટો પહેલાંના ઝ્રઝ્ર્ફ ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ચંદન રાઠોડ એક પેટ્રોલ પંપ પર પોતાની બાઈકમાં પેટ્રોલ પુરાવતા નજરે પડે છે. તેઓ શૂટિંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠાના ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચંદન રાઠોડે મોતના ૩ કલાક પહેલાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો જેમાં તેમણે જીવન અને વિધાતા પર એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, “જેનો ભરોસો નથી ને એનું નામ છે જિંદગી અને જેનો ૧૦૦ ટકા ભરોસો છે તેનું નામ છે મોત”. આ પોસ્ટના થોડા જ કલાકો બાદ ચંદન રાઠોડની બાઈકનો અકસ્માત થયો હતો અને તેનું અવસાન થયું હતું.

