Junagadh તા.6
કેશોદની માર્કેટમાં જાણીતી કંપનીની બનાવટી બીડીનો જથ્થો વેંચવા માટે લાવનાર કોડીનોરનો વાહન ચાલક ઝડપાઈ જવા પામ્યો હતો. આ બીડીનો જથ્થો અમરેલીના શખ્સે વેંચાણ માટે આવ્યો હતો. કંપનીના વેરાવળના ફિલ્ડ ઓફીસરે બન્ને શખ્સો સામે જાણીતી બીડી કંપનીના લેબલો અને રેપર બનાવી નકલી બીડીનું વેંચાણ કરી કંપનીને આર્થિક નુકશાન પહોંચાડવાનું ફરીયાદમાં જણાવાયું છે.
બીડી કંપનીમાં ફીલ્ડ ઓફીસર તરીકે નોકરી કરતા અને વેરાવળ ખાતે રહેતા જીતેન્દ્રભાઈ બાલકિસન જેઠવાને મળેલી હકીકત મુજબ કોડીનારનો સોલંકી કિરણ લખમણ વાહનમાં બનાવટી બીડી લઈને કેશોદની દુકાનોમાં છુટક વહેંચાણ અર્થે આવી રહ્યો છે જેની પોલીસમાં જાણ કરતા વેરાવળ રોડ પર ચેકીંગ દરમ્યાન 243 પેકેટ બીડીના મળી આવ્યા હતા. પુછપરછમાં આ જથ્થો ઈરફાન ઈસ્માઈલ પઠાણ અમરેલી વાળાએ આપેલ.કંપનીના બ્રાન્ડના લેબલો ટ્રેડ માર્કના ડુપ્લીકેટ બનાવી પેકેટો વહેંચતો હતો. ડુપ્લીકેટને ઓરીજીનલ કરી વેંચતા જીતેન્દ્રભાઈએ કીરણ સોલંકી ડ્રાઈવર ઈરફાન પઠાણ સામે કેશોદ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે

