Amritsar, તા. 15
પંજાબમાં વૈશાખીના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે એક અત્યંત કણ ઘટના બની હતી. શ્રી આનંદપુર સાહિબમાં મથું ટેકવીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસને ફતેહગઢ સાહિબના ભટેરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
મંગળવારે મોડી રાત્રે બનેલી આ ભયાનક દુર્ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 25થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, બસ્સી પઠાણા તહસીલના મૈન માજરી ગામના શ્રદ્ધાળુઓ વૈશાખી નિમિત્તે શ્રી આનંદપુર સાહિબ ગયા હતા. આ જૂથમાં દદ્યાના, મજરા અને શેરગઢ બારા ગામના લોકો પણ સામેલ હતા.
તમામ ભક્તો મૈન માજરી ગુરુદ્વારા સાહિબની બસમાં સવાર થઈને પરત ફરી રહ્યા હતા. રાત્રિના સમયે જ્યારે બસ પોતાના ગંતવ્ય સ્થાન મૈન માજરીથી માત્ર 3 કિલોમીટર દૂર ભટેરી ગામ પાસે પહોંચી.
ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવતા બસ અકસ્માતનો ભોગ બની હતી. અંધારામાં ચીસો અને આક્રંદ સાંભળીને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે બચાવ કામગીરી શરૂ કરી અને પોલીસને જાણ કરી હતી.

