New Delhi,તા.27
દેશના 77માં પ્રજાસતાક દિન પર્વે વડાપ્રધાન મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચ્યા હતા. અહીં વિવિધ લડાઈઓમાં શહીદ થયેલા વીરોને વડાપ્રધાન મોદીએ સલામી આપી હતી.
આ તકે વડાપ્રધાન મોદીએ સ્મારક પર અમર શહીદોને પુષ્પાંજલી અર્પિત કરી હતી. દેશ માટે જીવ આપનારા બહાદૂર સૈનિકોને શ્રધ્ધાંજલી આપી હતી.
આ તકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી, ભારતીય નૌસેનાના પ્રમુખ દિનેશ ત્રીપાઠી પણ હાજર હતા. આ તકે વડાપ્રધાન મોદીએ ડીજીટલ નોટબુકમાં પોતાના વિચારો પણ વ્યકત કર્યા હતા.

