Junagadh તા.8
જુનાગઢના સરદારપરા વિસ્તારમાં પોલીસે રેડ કરી મહિલા સંચાલિત કુટણખાનુ પકડી બે ગ્રાહકોની અટક કરી હતી. દેહ વિક્રય માટે બહારથી આવેલી બે મહિલાઓને જવા દેવામાં આવી હતી.
જુનાગઢ સરદારપરા મેઈન રોડ પર રહેતી ભાવનાબેન જગદીશ હીંગુ નામની મહિલા તેના ઘરે દેહવિક્રય કરતી હોવાની બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે ડમી ગ્રાહકને મોકલી ખાત્રી કરી રેડ કરતા જયાં ગ્રાહક તરીકે આવેલા અક્ષીત હનીફ જેઠવા તથા બાંટવાના મીત ગીરીશ રાઠોડને પકડી લીધા હતા. મોબાઈલ, રોકડ મળી કુલ રૂા.12,450નો મુદામાલ કબ્જે કર્યો હતો.
સ્થળ ઉપરથી પશ્ચિમ બંગાળની હાલ હાલ જુનાગઢ હાઉસીંગમાં રહેતી તેમજ એક દોલતપરા વિસ્તારની મહિલા મળી આવી હતી. જેમને પોલીસે જવા દીધી હતી, રાત્રીનો સમય હોવાથી કુટણખાનાની સંચાલિકા ભાવનાબેન જગદીશ હીંગુને સવારે બી ડીવીઝન પોલીસમાં હાજર થવાની નોટીસ આપી હતી.

