થોરાળા, યુનિવર્સિટી, માલવિયા, તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાટડી પર દરોડા પાડી 1,11,150નો મુદ્દામાલ કબજે
Rajkot,તા.14
શહેરમાં ગૃહ ઉદ્યોગ ની જેમ ચાલતા દેશી દારૂ ના અડ્ડા પર સ્ટેશન દ્વારા દારૂની હાટડી પર સાત જગ્યાએ દેશી દારૂ ના અડ્ડા ઉપર રેડ કરતા 157 લીટર કિંમત ₹1,11,150 નો દારૂનો જથ્થો કબજે કરી અને બે મહિલા સહિત 5 ની ધરપકડ કરવામાં અને 3 મહિલા ફરાર થઈ હતી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા શહેરમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને ગુનાખોરી અટકાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરમાં ચાલતા દેશી દારૂ ના અડ્ડાઓ પર રેડ તેમજ ગુનાખોરી અટકાવવા સૂચનાઓને ધ્યાને અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા પોતાના વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરેલ જેમાં થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબલીયા પરા માં રહેતો રોહિતભાઈ રામભાઈ પરમાર ઉંમર વર્ષ 25 અને મનોજ ગીરી કાર્તિક ગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 40 વર્ષીય શખ્શો ને ત્યાં દરોડા પાડતા દારૂની ભઠ્ઠી ચાલુ હોય જ્યાં કિંમત 20,000 100 લિટર દેશી દારૂ અને ઠંડો, ગરમ આથો 3070 લિટર કિંમત રૂપિયા 76 750, સાધનો કિંમત રૂપિયા ૨૬૦૦ નો કુલ કી 99,350 મુદ્દોમાલ કબ્જે કર્યો અને ચુનારાવાડ શેરી નંબર 2 માં રહેતી શૈલાબેન રમેશભાઈ સોલંકી વાળાને ત્યાંથી 3200 દેશી દારૂ 16 લીટર કિંમત રૂપિયા મુદ્દામાલ કબજે કરેલ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા કિડની હોસ્પિટલ ની સામે ખુલ્લા વંડામાં આરોપી શિલ્પાબેન અમરભાઈ ભોણીયા ઉંમર વર્ષ 34 વાડી ને ત્યાં રેડ કરતા રૂપિયા 2200 નો દેશી દારૂ લિટર 16 કબ્જે કર્યો અને માલવિયા પોલીસ સ્ટેશન દ્વારા આંબેડકર નગર શેરી નંબર 10 માં રહેતો રમેશભાઈ ભીખાભાઈ ચાવડા ને ત્યાં દરોડો કરતા કિંમત રૂપિયા 2000 નો 10 લિટર દારૂ ઝડપાયો અને પુનિત નગરના ટાંકા પાસે ઝુપડપટ્ટી માં રહેતી રોસનબેન ભરતભાઈ મંદુરીયા ઉંમર વર્ષ 30 વાળાને ત્યાંથી 2000 ની કિંમત નો દેશી દારૂ 10 લીટર ઝડપાયો હતો અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા રહેવાસી ગોંડલ રોડ રસુલપરા રવેચીનગરમાં રહેતી ગૌરીબેન બાવકુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 55 વાળા ને ત્યાંથી રૂપિયા 1400 ની કિંમત નો દેશી દારૂ 7 લીટર ઝડપી અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં બે મહિલા સહિત 5 ની ધરપકડ કરવામાં આવી છે અને 3 મહિલા અટક કરવાની બાકી છે
