Junagadh તા.21
જુનાગઢ આંબાવાડી વિસ્તારમાં મહિલા સંચાલીત જુગારધામમાં બી ડીવીઝન પોલીસે રેડ પાડી 11 મહિલાઓને રોકડા રૂા.41,500 આઠ મોબાઈલ મોટર સાયકલ-3 સહિત કુલ રૂા.1,91,500નો મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધતા ચકચાર જાગી છે.
જુનાગઢ બી ડીવીઝનના આંબાવાડીના સહજાનંદ સોસાયટી ગરબી ચોક પાસે રહેતી અસ્મીતાબેનએ પોતાના અંગત ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવી જુગારનો અડ્ડો ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા મકાન માલીક અસ્મીતાબેન, રાણીબેન, રીનાબેન, શારદાબેન, નયનાબેન, પુષ્પાબેન, ઈમરાનાબેન, સીતાબેન, આશાબેન, કીંજલબેન અને નીશાબેનને રોકડ રૂા.41,500 મોટર સાયકલ-3 રૂા.1.10 લાખ સહિત કુલ રૂા.1,91,500ની મત્તા કબ્જે કરી બી ડીવીઝન પોલીસ સબ ઈન્સપેકટર એસ.એ. સાંગાણીએ તપાસ હાથ ધરી છે.
