Junagadh તા.24
જુનાગઢના વિજાપુરની સીમના મકાને દારૂની બોટલોનું કટીંગ થાય તે પહેલા પોલીસે રૂા.4.05 લાખના વિદેશી દારૂ સાથે પાતાપુરનો અને ગાંધીગ્રામના બે શખ્સોને દબોચી લીધા હતા. જયારે અન્ય ત્રણની શોધખોળ શરૂ કરી છે.
પાતાપુર ગામનો હરેશ લખમણ ભાદરકાની પાતાપુરથી વિજાપુરના રસ્તે આવેલી વાડીના મકાનમાં જુનાગઢ ગાંધીગ્રામનો ભરત હમીર રાડા દેશી દારૂ ઉતારીને સગેવગે કરતો હોય તે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ પોલીસે ત્રાટકી રહેણાક મકાનની ઓસરી અને રૂમમાંથી જુદી જુદી બ્રાન્ડની 1390 બોટલ મળી આવી હતી. સ્થળ ઉપરથી હરેશ ભાદરકા અને ભરત હમીર રાડાને દબોચી લીધા હતા.
પુછપરછમાં આ જથ્થો ગાંધીગ્રામના મેરા ઉર્ફે બકરી પરબત શામળા અને મીરાનગરના દેવા જેસા પરમાર પાસેથી ખરીદ કરવામાં આવેલ તેમ જણાવાયું હતું. આ જથ્થો તેને નીકુલ ભરત રાડા વાહન મારફત વાડીએ પહોચાડયો હતો. પોલીસે બે મોબાઈલ, દારૂનો જથ્થો મળી કુલ રૂા.4,25,977નો મુદ્દામાલ કબ્જે કરી 6 સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

