Porbandar, તા. 19
પોરબંદર પી.જી.વી.સી.એલ વર્તુળ કચેરી હેઠળ આવતા 4 સર્કલના ડિવિઝનમાં મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં એક જ દિવસમાં 1188 કનેક્શન કાપી રૂપિયા 55.49 લાખની વીજ બીલ ની ભરપાઈ કરાવાઈ હતી. પોરબંદર પી.જી.વી.સી.એલ કચેરી હેઠળ આવતા ડિવિઝનમાં 1 હજારથી વધુ ગ્રાહકો છે.
જેના વીજ બીલો બાકી છે. તેવોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પોરબંદર પી.જી.વી.સી.એલ દ્વારા મંગળવારે મેગા વીજ કનેક્શન કાપવાની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ માં કુલ 357 ટીમ મારફતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમ્યાન એક જ દિવસમાં કુલ 1188 વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા તો સ્થળ પર રૂપિયા 55.49 લાખની વીજ બીલ ની રકમ ની ભરપાઈ કરાવાઈ હતી.
પી.જી.વી.સી.એલ દ્વારા આ મેગા ડ્રાઈવ દરમ્યાન 2898 વીજ ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા 89.89 લાખની બાકી બીલની રકમ પણ ભરપાઈ થઈ હતી આમ પી.જી.વી.સી.એલ.ને એક જ દિવસમાં 1.51 કરોડની આવક થઈ હતી.

