Botad,તા.30
ડી.જી.પી. ગુજરાત રાજ્ય દ્વારા આગામી નવા વર્ષની ઉજવણી અનુસંધાને વિદેશી દારૂની હેરાફેરી તથા સેવન અટકાવવા સારૂ સ્પેશ્યલ પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હોય,જે અનુસંધાને ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગરએ નાઓએ દારૂની બદી નેસ્તનાબુદ કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના તથા એલ.સી.બી. ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો રાણપુર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન પો.કોન્સ. ભાવેશભાઇ મુકેશભાઇ શાહ તથા પો.કોન્સ.બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા નાઓને બાતમી હકીકત મળેલ, જોરૂભાઇ મનુભાઇ પટગીર (રહે.નોલી તા.સાયલા, જી.સુરેન્દ્રનગર વાળો) ગોલ્ડન કલરની ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને ધંધુકા બાજુથી રાણપુર તરફ આવનાર છે.
જે બાતમી હકીકત આધારે રાણપુર – પાળીયાદ ત્રણ રસ્તા, અંડર બ્રીજ પાસેથી ઇનોવા ગાડી જીજે-21-બીસી-9295 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ – 320 કિ.રૂ. 38,400/- તથા બીયરના ટીન નંગ – 440 કિ.રૂ. 66,000/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. 9,04,400/- મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

