Jetpur. તા.20
મોટાગુંદાળા ગામે ઓવરબ્રિજની સામે, દરગાહ પાસે, પીપળાના ઝાડ નીચે જાહેરમા ઘોડી પાસાની જુગારની મહેફિલમાં જેતપુર તાલુકા પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી જવા ગઇ હતી. દરોડા દરમિયાન પોલીસે છ શખ્સોને પકડી પાડ્યા હતા જ્યારે ચાર શખસો નાશી ગયા હતા.પટમાંથી રૂ.18,290 રોકડ કબજે કરી નાશી ગયેલાં શખ્સોને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે.
દરોડાની વિગત મુજબ, જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોટાગુંદાળા ગામે ઓવરબ્રિજની સામે, દરગાહ પાસે, પીપળાના ઝાડ નીચે જાહેરમા જુગાર અમુક શખ્સો જુગાર રમી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.
પોલીસે અહીં ઘોડીપાસનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં હાજી ઇસ્માઇલ જુણેજા (રહે.વીરાશક્તિ ધોરાજી રોડ જેતપુર), કાદીર ઉર્ફે કાજલો વલી ચૌહાણ (રહે.નાનાચોક તકીયા શેરી જેતપુર), ભીખા વેલજી વાઘેલા (રહે.ભુખી ગામ,ધોરાજી), મોહસીન વલી ચૌહાણ (રહે. નાનાચોક તકીયા શેરી જેતપુર), ગોવિંદ ચના પરમાર (રહે.મોટાગુંદાળા), ભીખા જેઠા સોલંકી (રહે.મોટાગુંદાળા) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રૂ.18,290 રોકડ કબજે કરી હતી.
જયારે દરોડા દરમિયાન ચાર શખ્સો નાસી ગયા હતાં.જેમાં ચંદુ જેઠા પરમાર (રહે.મોટાગુંદાળા), તોફિક ઉર્ફે ગાભો હનીફ ગરાણા (રહે.ધોરાજી), જેટલી (રહે.ધોરાજી), સુરેશ અરજણ ડાભી(રહે.મોટાગુંદાળા) હોવાનું માલુમ પડયું હતું જેને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

