New Delhi, તા.16
રેલયાત્રીઓની સુવિધા વધારવા માટે રેલવેએ એક મહત્વનું પગલું ઉઠાવ્યું છે, હવે ટ્રેનમાં સફર દરમિયાન થતી નાની-મોટી પરેશાની માટે યાત્રીઓને લાંબા કોલની રાહ નહીં જોવી પડે.
રેલવેએ હેલ્પલાઇન નંબર 138 પર એસએમએસ સેવા શરુ કરી દીધી છે, જેનાથી યાત્રી માત્ર એક મેસેજ મોકલીને ન માત્ર પોતાની ફરિયાદ નોંધાવી શકશે, બલ્કે વીએનઆર સ્ટેટસ, ટ્રેનનો સમય અને લોકેશન જેવી જરુરી જાણકારીઓ પણ સરળતાથી મેળવી શકશો, પહેલા આ નંબર પર કોલ કરી લોકોને સેવા મળતી હતી જેમાં ઘણો સમય લાગતો હતો.
રેલવે અધિકારીઓ અનુસાર તે યાત્રીઓની સુવિધા વધારવાની સાથે સાથે સમસ્યાનું સમાધાન કરવા માટે સતત નવા પ્રયાસ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને જ 139 નંબર પર કોલ સુવિધાની સાથે રેલ હેલ્પ એપની શરુઆત કરવામાં આવી હતી.
આ કડીમાં હવે હેલ્પલાઇન નંબર 139 નંબર પર મેસેજ સેવા પણ શરુ કરવામાં આવી છે. તેના શરુ થવાથી કોઇપણ વીએનઆર, રેલગાડીનો સમય, રેલગાડીનું મોજૂદ લોકેશન, ઓપરેશન સમય વગેરેની જાણકારી સરળતાથી મળી શકશે.
આટલું જ નહીં, જો રેલગાડીમાં સફર કરતી વખતે કે સ્ટેશન પર રાહ જોતી વખતે તેમને કોઇ પ્રકારની સમસ્યા છે તો તે તેની જાણકારી પણ એસએમએસના માધ્યમથી આપી શકશે. તેમાં ગંદકી, વીજળી, શૌચાલય, પાણી વગેરેની સમસ્યા સામેલ થઇ શકે છે. તેમનો એસએમએસ મળતા જ રેલવે દ્વારા ફરિયાદ નોંધીને સંબંધિત વિભાગના કર્મચારીને સમાધાન માટે મોકલવામાં આવશે, આથી સમસ્યાનું જલ્દી નિવારણ થશે.
યાત્રી રેલ મદદ ફરિયાદ, પાર્સલની સ્થિતિ, ટ્રેનનું લોકેશન કંઇ તારીખ, ટ્રેનનું આગમન-પ્રસ્થાન, વીએનઆર જાણકારી, ટ્રેન લોકેશન સહિત આઠ સેવાઓનો ઉપયોગ કરી શકે છે.

