ત્રણ વર્ષ પહેલાં બાઈક ઉઠાવનાર રોહિત સાકરીયા ઝડપાયો, બી-ડિવિઝન વિસ્તારમાંથી ચોરીની કબૂલાત
બાળ કિશોર પાસેથી પણ ચોરીનું બાઈક મળ્યું, આજીડેમ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો
Rajkot
શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે વાહન ચોરીનો ભેદ ઉકેલ ત્રણ વર્ષ પૂર્વે બાઈક હંકારે જનાર રોહિત સાકરીયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ક્રાઈમ બ્રાન્ચ છે ઉઠાવી લઈ રૂપિયા ૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ વિગત મુજબ શહેરમા વધતા જતા આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ વાહન ચોરી ઘરફોડી ચીલ ઝડપ અને લૂંટ સહિતના આર્થિક ગુનાઓને ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્રારા આપવામાં આવેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ એએસ ચાવલા એમ એલ ડામોર સી એચ જાદવ ના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ પીએસઆઇ ડીપી ઝાલા ની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું
ત્યારે મૂળ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામનો વતની અને હાલ કોઠારીયા મેન રોડ પટેલ નગર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતો રોહિત ભગવાન સાકરીયા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં રખડતો હોવાની હેડ કોન્સ્ટેબલ કરણભાઈ કોઠીવાડ અને કોન્સ્ટેબલ અરવિંદ કુમાર ફતેપરાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રોહિત સાકરીયા ની અટકાયત કરી તેના કબજામાં રહેલ બાઈક બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં વર્ષ ૨૦૨૩ માં ચોરી કરી હોવાની કબુલાત આપતા બાઈક મળી રૂપિયા ૨૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ શખ્સ વર્ષ ૨૦૧૮માં ભક્તિનગર પોલીસ મથકના ચોપડે ચોરીના ગુનામાં ચડી ચૂક્યો છે. જ્યારે એએસઆઈ યશવંતભાઈ ભગત અને હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ ટુંડિયાને મળેલી હકીકતના આધારે શંકાસ્પદ હાલતમાં નીકળેલ બાળકિશોરની અટકાયત કરી જે નંબર પોકેટ એપ માં સર્ચ કરતા જોર આવવાનું ખુલતા પોલીસે કરેલી પૂછપરછમાં તેણે આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં થી ચોરી કરી હોવાની કબુલાત આપતા બાઈક મળી રૂપિયા ૨૫,૦૦૦ નો મુદ્દા માલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

