Amreli,તા.23
અમરેલી જિલ્લાના રાજુલાના નીડર નિષ્પક્ષ અને ભારતીય જનતા પાર્ટીના બાહોશ પીઢ નેતા તરીકે જાણીતા એવા રવુભાઈ ખુમાણને ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ઉજવાઇ રહેલા અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત અમરેલી જિલ્લાના સંયોજક તરીકે નિમણૂક કરવામાં આવી છે. રવુભાઈ ખુમાણની જીલ્લા સંયોજક તરીકેની જવાબદારી મળતાં રાજુલા તથા સમગ્ર અમરેલી જિલ્લાના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આ અગાઉ રવુભાઇ ખુમાણ જીલ્લા ભાજપના મહામંત્રી રહી ચૂક્યાં છે. આ અટલ સ્મૃતિ વર્ષના વિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લામાં અન્ય પાંચ આગેવાનોની નિમણૂક કરાઇ છે. જેમાં પ્રવીણભાઇ કરકર( પ્રમુખ બાબરા નગરપાલિકા), મનોજભાઇ મહિડા( મંત્રી જીલ્લા ભાજપ અમરેલી), મેહુલભાઇ ત્રિવેદી, (પ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા), બીપીનભાઇ લીંબાણી ( પ્રમુખ અમરેલી નગરપાલિકા), સંજયભાઇ રામાણી( પ્રભારી સાવરકુંડલા શહેર ભાજપ) નો સમાવેશ થાય છે. આ નિમણૂક જાહેરપત્ર અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી દ્વારા કરવામાં આવી છે

