(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૬
નીચી માંડલ ગામ નજીક રોંગ સાઈડમાં બોલેરો ગાડી ચલાવી રીક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં રીક્ષા ચાલકને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
Morbiના નીચી માંડલ ગામે રહેતા દિલીપભાઈ રામજીભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫) વાળાએ બોલેરો જીજે ૧૦ ટીએક્સ ૯૦૭૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૫ ના રોજ મિત્ર લલિત સોલંકીનો ફોન આવ્યો કે તારા ભાઈ રાહુલનું હળવદ મોરબી રોડ પર સીમોલો સિરામિક કારખાના પાસે અકસ્માત થયો છે જેથી ફરિયાદી ત્યાં જવા નીકળ્યો હતો જ્યાં ભાઈ રાહુલની સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૫૫૪૩ વાળી બોલેરો ગાડી જીજે ૧૦ ટીએક્ષ ૯૦૭૩ સાથે અકસ્માત થયેલી હાલતમાં જોવા મળી હતી મિત્ર લલિત સોલંકીએ જણાવ્યું કે તે બીક લઈને મોરબી તરફ આવતો હતો ત્યારે ફરિયાદીના નાના ભાઈ રાહુલભાઈ રીક્ષા લઈને મોરબી તરફ જતા હતા અને બોલેરો ગાડીનો ચાલક રોંગ સાઈડમાં પુરઝડપે ચલાવી આવતો હતો અને સામેથી રીક્ષા સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં રાહુલને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને અર્ધ બેભાન હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા રાજકોટ જવા નીકળ્યા હતા પરંતુ રસ્તામાં ભાઈની તબિયત ખરાબ થતા ટંકારા સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને રાહુલને મૃત જાહેર કર્યો હતો
આમ ફરિયાદીના નાના ભાઈ રાહુલ સીએનજી રીક્ષા લઈને નીચી માંડલ ગામથી મોરબી તરફ હળવદ Morbi રોડ પર જતો હતો ત્યારે રોંગ સાઈડમાં બોલેરો ગાડીના ચાલકે આવી સામેથી રીક્ષા સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં રાહુલને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

