(રવિ નિમાવત દ્વારા)
Wankaner તા.૧૩ઃ
Wankaner તાલુકામાં બે આપઘાતના બનાવો નોંધાયા છે જેમાં રાતાવીરડા ગામની સીમમાં કોઈ કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો તો વાંકાનેરના રહેવાસી યુવાન પંચાસીયા ગામમાં મામાના ઘરે ગયો હતો જ્યાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો
પ્રથમ બનાવમાં મૂળ ઓરિસ્સાના વતની હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં સુપેરો ગ્રેનીટો સિરામિકમાં રહીને કામ કરતા છોટુ બાસેશ્વર મુંડારી (ઉ.વ.૩૦) નામના યુવાને ગત તા. ૧૨ ના રોજ સાંજના સમયે સિરામિક પાછળ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બીજા બનાવમાં વાંકાનેરના જીનપરામાં રહેતા ભાવેશભાઈ યોગેશભાઈ ગોહેલ (ઉ.વ.૩૯) નામના યુવાન ગત તા. ૧૨ ના રોજ પંચાસીયા ગામે મામાના ઘરે ગયો હતો જ્યાં કોઈ કારણોસર ગલેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બંને બનાવો મામલે તપાસ હાથ ધરી છે
બસની ઠોકરે બાઈક ચાલક યુવાન ઈજાગ્રસ્ત
નેશનલ હાઈવે પર ત્રાજપર ચોકડી પાસે બસના ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને માથામાં અને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે મોરબીના સામાકાંઠે સો ઓરડી વરીયાનગરના રહેવાસી જયેશભાઈ બાવજીભાઈ મકવાણા (ઉ.વ.૨૬) વાળાએ બસ જીજે ૩૬ વી ૧૫૪૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે બસના ચાલકે પોતાની બસ પુરઝડપે ચલાવી નેશનલ હાઈવે સર્વિસ રોડ પર શોભેશ્વર રોડ તરફ ત્રાજપર ચોકડી નજીક ફરિયાદીના ભાઈ હિતેશભાઈ મકવાણાના બાઈક જીજે ૩૬ એચ ૪૦૫૬ ને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ હિતેશભાઈને માથામાં હેમરેજ તેમજ મોઢાના ભાગે નાકમાં અને દાઢીમાં સામાન્ય તેમજ ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

