Mumbai,તા.26
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલી સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરિષભ પંત (Rishabh Pant) વિદેશી ધરતી પર ભારત તરફથી વિકેટકીપર-બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)નો 2496 રનનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે આ યાદીમાં 1209 રન સાથે ફારુખ એન્જિનિયર ત્રીજા ક્રમે છે. આજે ટેસ્ટના બીજા દિવસે સારાંશ જૈન પેવેલિયન પરત ફર્યા બાદ પંત ફરીથી બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે પંત ઈજાગ્રસ્ત થયા બાદ મેદાન છોડીને બહાર ગયો હતો.રી થઈ ગઈ છે, જેમાં ભારતીય ટીમના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંતે આજે ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.
ભારતીય ઇનિંગ્સની 58મી ઓવરમાં લાહિરુ કુમારાનો બોલ સીધો પંતના કાંડા પર વાગ્યો હતો, જેના કારણે ભારે પીડા થતાં પ્રાથમિક સારવાર બાદ પંતને બહાર જવું પડ્યું હતું. અગાઉ પ્રથમ ટેસ્ટમાં બેટથી મોટો સ્કોર ન કરી શકવાને લીધે તેના ફોર્મ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ બીજી ટેસ્ટમાં ટોસ જીત્યા બાદ ભારતે મજબૂત પકડ જાળવી રાખી છે.
ભારતીય ટીમે પ્રથમ દાવમાં 138 ઓવરમાં 9 વિકેટે 503 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. ટીમ માટે દેવદત્ત પડિક્કલે સૌથી વધુ 193 બોલમાં 12 ફોર સાથે 117 રન બનાવ્યા હતા, જે તેમની ટેસ્ટ કારકિર્દીની સતત બીજી સદી છે. ધ્રુવ જુરેલે ટેસ્ટ કારકિર્દીની બીજી સદી ફટકારતાં 177 બોલમાં 9 ફોર અને 2 સિક્સ સાથે અણનમ 115 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન શુભમન ગિલે 108 બોલમાં 6 ફોરની મદદથી 50 રન જોડ્યા હતા. પહેલા દિવસે રિટાયર્ડ હર્ટ થયા બાદ ફરી બેટિંગમાં આવેલા રિષભ પંતે ધ્રુવ જુરેલ સાથે સાતમી વિકેટ માટે 112 રનની ભાગીદારી કરી હતી અને 89 બોલમાં 6 ફોર તેમજ 2 સિક્સ સાથે 63 રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસવાલે 53 બોલમાં 45 રન, કેએલ રાહુલે 33 બોલમાં 18 રન, રવિન્દ્ર જાડેજાએ 83 બોલમાં 43 રન, સારાંશ જૈને 8 બોલમાં 6 રન, માનવ સુથારે 51 બોલમાં 18 રન, મોહમ્મદ સિરાજે 29 બોલમાં 3 રન અને પ્રસિદ્ધ કૃષ્ણાએ અણનમ 4 રનનું યોગદાન આપ્યું હતું.

