Porbandar તા.16
પોરબંદરમાં રોડ રસ્તાઓના કામ ચાલી રહ્યા છે તેમ છતાં હજુ પણ અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેમાં ખાસ કરીને લકડીબંદર અને સુભાષનગર જતો રોડ અતિશય બિસ્માર હાલતમાં છે ત્યારે આ રોડના સમારકામની માંગ ઉઠી રહી છે.
પોરબંદરમાં મોટાભાગે રોડ રસ્તાઓની કામગીરી ચાલી રહી છે તેમ છતાં અનેક રસ્તાઓ હજુ પણ બિસ્માર છે ખાસ કરીને શહેરના મટન માર્કેટથી લકડીબંદર અને સુભાષનગર તરફ જતો રસ્તો છેલ્લા ઘણા લાંબા સમયથી અતિશય બિસ્માર હાલતમાં જોવા મળી રહે છે ખાસ કરીને આ રોડ પર ધૂળની ડમરી ઓ ઉડી રહી છે તો રોડ પર નાનામોટા પથ્થરો અને ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે વહેલીતકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

