Russia,તા.08
ઉત્તરી કોકેશસના કાલબાર્ડિનો બાલ્કારિયા વિસ્તારમાં રવિવાર સાંજે એક બરફીલું વાવાઝોડું આવ્યું. જેમાં 6 પર્વતારોહકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
ઇન્ડોનેશિયામાં 3000 ફ્લાઇટ્સ પર અસર
જ્વાળામુખી વિસ્ફોટના કારણે જકાર્તા અને આસપાસના એરપોર્ટ પર 3.4 લાખથી વધુ મુસાફરો ફસાયા.
લેબનાનના ગામ પર ઇઝરાયેલી હવાઈ હુમલો
ઇઝરાયેલે સોમવારે વહેલી સવારે દક્ષિણ લેબનાનના ગામ પર હુમલો કર્યો. આમાં 12 લોકોના મોત થયા, જેમાં 2 બાળકો અને 4 મહિલાઓ સામેલ છે.
મેક્સિકોમાં ધાર્મિક ઉત્સવમાં ધમાકો
ચર્ચમાં ઉત્સવ દરમિયાન આતશબાજીમાં ધમાકો થયો, જેનાથી ચર્ચની દીવાલ પડી ગઈ. આ ઘટનામાં 10 લોકોનાં મોત થયાં અને 60 અન્ય ઈજાગ્રસ્ત થયાં છે.
