Mumbai,તા.13
આશા ભોસલેના નિધન પર શોક વ્યક્ત કરતા સચીન તેંડુલકરે `એકસ’ પર લખ્યું હતું. ભારત અને દુનિયાભરના સંગીત પ્રેમીઓ માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. અમારા માટે આશા તાઈ પરિવાર જેવા હતા.
આજે આપણને જે નુકસાન અનુભવાઈ રહ્યું છે, તેના માટે શબ્દો ઓછા પડી રહ્યા છે. એક પળ માટે હૃદય ખામોશ થઈ જાય છે અને બીજી પળમાં દિલ એ અગણિત ધુનોમાં ખોવાઈ જાય છે.
આપના અવાજે લાખો લોકોના દિલને સ્પર્શ કર્યો છેઃ વિરાટ કોહલીઃ ક્રિકેટર વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું- ઈશ્વર આપના આત્માને શાંતિ આપે, આશા ભોસલેજી, આપના અવાજે લાખો દિલોને સ્પર્શ કર્યો છે અને એ અવાજ હંમેશા અમારા દિલમાં જીવંત રહેશે.

