Ahmedabad,તા.11
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંઈ સુદર્શન ધમાકેદાર ઈનિંગ્સ રમીને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 154.71ના સ્ટ્રાઈક-રેટથી 53 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 82 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી.
અમદાવાદમાં ગુજરાતની ફ્રેન્ચાઈઝીના હોમ ગ્રાઉન્ડમાં સળંગ પાંચમી વાર ફીફટી-પ્લસ રન ફટકારીને તેણે આ ટુર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો હતો. સાંઈ સુદર્શન આઈપીએલના ઈતિહાસમાં એક વેન્યુ પર સળંગ પાંચ ફિફટી-પ્લસ રનનો સ્કોર કરનાર પહેલો ભારતીય ક્રિકેટર બન્યો છે.
આ પહેલાં માત્ર રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુના સ્ટાર બેટર એ.બી.ડિવિલીયર્સ (વર્ષ 2018-19) ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં આ કમાલ કરી હતી. 2024થી 2025 દરમ્યાન સાઈ સુદર્શને અમદાવાદના સ્ટેડિયમમાં છેલ્લી પાંચ ઈનિંગ્સ 84 રન અણનમ, 103 રન, 74 રન, 63 રન અને 82 રનની ઈનિંગ્સ રમી છે.
Sai Sudarshan’s performance at Ahmedabad stadium
ઈનિંગ્સ..15 રન..822 સેન્ચુરી..01 ફિફટી..06 એવરેજ..58.71 સ્ટ્રાઈક-રેટ..156.27 1307