Mumbai,તા.03
સલમાન ખાને ‘કાલા હિરનઃ ધ બેટલ ઓફ લેગસી’ નામની ફિલ્મના સર્જકોને કાનૂની નોટિસ ફટકારી દીધી છે.બીજી તરફ આ ફિલ્મના નિર્માતા અમિત જાનીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કર્યો છે કે તેમની ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને સલમાનની ટીમ તરફથી ધાકધમકી અપાઈ રહી છે અને દબાણ કરવામાં આવી રહ્યું છે.
નોટિસમાં જણાવાયું છે કે આ ફિલ્મ સલમાન સામે ચાલી રહેલા કાનૂની કેસને નુકસાન પહોંચાડી શકે તેમ છે અને આ ફિલ્મથી સલમાનના પર્સનાલિટી રાઈટ્સનો ભંગ થવાની પણ સંભાવના છે. બોલિવુડ વર્તુળોમાં ચર્ચા મુજબ આ ફિલ્મ સલમાન સામે ૧૯૯૮માં રાજસ્થાનમાં કાળિયારના શિકાર માટે થયેલા કેસ પર આધારિત છે.

