New Delhi,તા.02
IPL 2026 ની પાંચમી મેચ 1 એપ્રિલના રોજ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનૌ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું અને 6 વિકેટથી મેચ જીતી લીધી. મેચ બાદ, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં તેઓ તેમની ટીમથી નારાજ દેખાય છે.
લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કામેચ પછી મેદાન પર કેપ્ટન ઋષભ પંત અને મુખ્ય કોચ જસ્ટિન લેંગર સાથે વાતચીત કરતા જોવા મળે છે. ફોટામાં સંજીવનો ચહેરો નારાજ દેખાય છે. તે સિઝનની તેમની પહેલી મેચમાં ટીમના પ્રદર્શનથી નાખુશ દેખાય છે.
તેઓ પ્રતિક્રિયાઓથી નારાજ દેખાય છે. સંજીવ ગોએન્કા અને ઋષભ પંતનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પંત સાથે વાત કરતી વખતે પણ નારાજ દેખાય છે. જોકે, મેદાન પર નારાજગી વ્યક્ત કરવા બદલ સંજીવ ગોએન્કાને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
IPL 2024 માં KL રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં, લખનૌને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ, સંજીવ ગોએન્કા મેદાન પર કેપ્ટન KL રાહુલ પર ગુસ્સે થઈ ગયા. KL રાહુલ સાથે ગુસ્સાથી વાતચીત કરતા તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા.
નોંધનીય છે કે IPL 2024 પછી, સ્ટાર ખેલાડી KL રાહુલ દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો, જેણે તેને IPL 2025 મેગા ઓક્શનમાં ખરીદ્યો. ત્યારે ફરી રાહુલ સાથેના વ્યવહારનું ઋષભ સાથે પુનરાવર્તન થયું હોવાનું યુઝર્સ કહી રહ્યા છે.

