Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti

    July 28, 2026

    રોકડ અને દારૂનું વિતરણ કરવાના આરોપોથી ઘેરાયેલા Congress President Jitu Patwari

    July 28, 2026

    શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે,Kejriwal એકે-૪૭ વિવાદ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti
    • રોકડ અને દારૂનું વિતરણ કરવાના આરોપોથી ઘેરાયેલા Congress President Jitu Patwari
    • શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે,Kejriwal એકે-૪૭ વિવાદ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા
    • હું PM Mod-Shahને પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ-પેલેટ ગનનો ઉપયોગ કરવાની શું જરૂર હતીઃPriyanka Gandhi
    • UPએ સરકાર દરમિયાન કેટલા પેપર લીક થયા હતા,જો હું તેમની ગણતરી શરૂ કરીશ, તો હું તેમની ચર્ચા કરી શકીશ નહીં,Jitendra Singh
    • ‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી
    • ‘Spirit’ માં પ્રભાસ સાથે કેટરિના કૈફ જોવા નહીં મળે
    • ‘ઈથા’માં લાવણીને અસલી સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો : Vaibhav Merchant
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»ગુજરાતમાં જાણે વાદળ લીક થયું! અને મેઘ તાંડવમાં 19 જીલ્લાઓ પરેશાન, કોને દેશું દંડ?
    લેખ

    ગુજરાતમાં જાણે વાદળ લીક થયું! અને મેઘ તાંડવમાં 19 જીલ્લાઓ પરેશાન, કોને દેશું દંડ?

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 28, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ફાલ્ગુની વસાવડા
    દિલ્હીનાં જંતર મંતર ખાતે નીટ નાં પેપર લીક થવાનાં મામલે ભારે દેખાવ થઈ રહ્યો છે, અને કેટલાંય લાગતાં વળગતાંનાં નિવેદનો સરકારને ઉથલાવવાં કોશિશ કરી રહ્યા છે, અને અંતે વિદ્યાર્થીઓનાં ખભે બંદૂક રાખી કોણ ફોડી રહ્યું છે?, એ હવે સૌ જાણે છે. લગભગ દરેક ચેનલો અને સોશિયલ મીડિયા પર આ મુદ્દે ખબર પડે કે ન પડે, જાત જાતની અફવાઓનો મારો ચાલી રહ્યો છે. પરંતુ ત્યાં અચાનક કુદરતએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર વાદળ લીક કર્યું, અને વરસાદ વરસાદ વરસાદ.. અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી અને પાણી, જીવન વ્યવહાર ખોરવાયો! આમ ગુજરાતી ઓ બધાં જ જંતર મંતર ભૂલી જાય, એમ  ઉમરગાવ, વાપી, વલસાડ સૂરત, વડોદરા નવસારી પંચમહાલ ડાંગ દાહોદ અને અમદાવાદ એમ ભારે વરસાદ પડયો. ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી પણ અતિશય અનુભવાય છે, અને એ જ રીતે ચોમાસુ પણ થોડું કષ્ટદાયક જાય છે એટલે કે ક્યારેક અતિવર્ષા તો ક્યારેક અવર્ષા એમ થઈ ગયું છે. ઋતુઓ પણ પહેલાની જેમ પ્રતિભાવંત રહી નથી, જાણે પ્રતાડિત કરતી હોય એમ ગમે તે સમયે ગમે તે થાય!  ભર શિયાળે પણ વરસાદ, અને ભર ઉનાળે પણ વરસાદ, એવી આખી ઋતુ ચક્રની અવદશા સમાજ અનુભવી રહ્યો છે, ભલે એ માટે ડાયરેક્ટ કે ઈનડાયરેક્ટ  પરંતુ એકંદરે ચોમાસુ એ નાનાથી મોટા સૌને ગમતી ઋતુમાં આવે છે, અને સૌથી મોટું કારણ એનું આગળની ઋતુ એટલે કે ઉનાળો અત્યંત દાહક હોવાથી વરસાદની શીતળતા સૌને આરામ આપે, પરંતુ શિયાળા અને ઉનાળા ના પ્રમાણમાં ચોમાસામાં ભેજને‌ કારણે ઘણાં રોગીષ્ટ વાયરસ ફેલાય છે, અને એટલે એમાં તકેદારી વધુ રાખવી પડે છે.
           યુવા દિલોનામાં થનગનાટ કરતી ઋતુ એટલે વર્ષા ઋતુ,અને પ્રેમી પંખીડા ન સ્થળ જુવે, ન સમય જુવે, બસ એકમેકમાં ખોવાઈ જાય. એમાં પણ વરસાદની ઋતુ હોય અને પિયુ પરદેશ વસતો હોય, એટલે કે હાજર હોય નહીં, તો એમનાં તડપતા દિલ પર કવિઓ કેટલાંયે ગીત લખ્યાં છે. હિન્દી હોય કે ગુજરાતી લગભગ એકપણ ફિલ્મ વરસાદનાં દ્રશ્ય વગર બને નહીં. ડાયરેકટર ને પૂરેપૂરું ગ્લેમર પીરસવાનો મોકો એટલે ચોમાસું, ધડકતા દિલોને એક કરવાની મોસમ એટલે ચોમાસું,આવી જ કંઈક વ્યાખ્યા કરવી હોય તો કરી શકાય.પણ આ બધું જ ટીન એજથી વધીને ત્રીસ પાંત્રીસ વર્ષ તો બહુ થયાં! પછી તો બધી ઋતુ ઓ લગભગ સરખી જ લાગતી હોય! હા શરું શરું નાં એક બે વરસાદ ગમે, પણ પછી તો જાણે સમસ્યાનો હારડો!!  સૌ પ્રથમ તો કાદવ કીચડની પરેશાની, બીજી પાણીના ખાબોચિયાંની પરેશાની, ઘરથી બજાર કે ઓફિસ બધે પાણી પાણી! અસંખ્ય જીવાતનો ઉપદ્રવ, મંકોડાની કેટલીયે જાતિ પ્રજાતિનો ત્રાસ, અને દેડકા ને કંસારીની કોણ વધુ દાવેદારી! આખી રાત ચાલતી સ્પર્ધા! ઉપરાંત ઘર જુનું હોય તો ક્યાં ક્યાંથી નેવાં પડે છે એની ઉપાધિ! ઘર બહાર અને ઘરમાં ભેજ એટલે બધું જ અનહાઈજીન‌ લાગે! કપડાંની તો જાણે લોન્ડ્રી ખરીદી હોય એમ ત્રણ ચાર દિવસની હારમાળા,અને ચાર દિવસે સુકાય! અને એ પણ પાછાં એ પણ આપણાં માનસ જેવા બોદા!! આખો આખો દિવસ સુધી ક્યાંય જઈ શકાય નહીં, અને ચાર દિવાલ વચ્ચે પુરાઈને રહેવું પડે ચોમાસાની આ સંધિ કાળની ઋતુમાં ન જાણે કેટલાય વાયરસનો ફેલાવો પણ થાય, અને શરદી જેવાં ચીકણા વાયરસથી તો ભાઈ તોબા! ટીવી અને ન્યૂઝ ચેનલોમાં પણ રાજ્ય ભરના વરસાદના દ્રશ્યો જ જોવા મળે!; એમાં પણ મેઘા રે મેઘા રે ગીત વાગતુ હોય, અને વરસાદની ટ્રેઝરી પણ દેખાડતા હોય, એટલે બંને વાતનું કોમ્બિનેશન પણ બહુ અજીબ લાગે. એક તો વાતાવરણ ભેજવાળું અને એમાં ઉપરથી ગરમ ગરમ પકોડા ખાવાની લિજ્જત આવે, અને વધુ ખવાઈ જાય તો પણ પાછી ઉપાધિ! ચા કોફી પણ હદ બહારનું લેવાઈ જાય, એટલે શુગરના પ્રશ્નો પણ થાય.ભીની ભીની ઋતુમાં મનોભાવ પણ ભીના ભીના થાય એમાં કોઈ બે મત નથી, અને મનોભાવ કાંઈ ઉંમર જોઈને થતા નથી, એ વાત પણ એટલી જ સાચી હોય છે. એકલા રહેતા સ્ત્રી પુરુષોને આમ પણ એકલતા સતાવતી હોય, એમાં આ ઋતુ વધુ સતાવે, અને ક્યાંક ક્યાંક તો એટલે જ ડીપ્રેશનમાં ગુન્હો પણ થાય!
    પ્રકૃતિ જાણે નવોઢાની જેમ શણગારી હોય એમ હરિયાળી છવાઈ જાય. નદી નાળા છલકાય અને પર્વત પરથી ઝરણાઓ વહે, એટલે કુદરતી દ્રશ્યો મન હરી લે. ઘણાં ને ફરવાનો શોખ હોય એ દૂર સુધી ફરવા નીકળી જાય, અને રસ્તાઓ તૂટી જતાં કે ગાડીમાં પંચર થતા મુસીબત વહોરી લીધાં જેવું પણ થાય. એકંદરે મોસમનાં આવેશમાં આવી જઈને ઘણીવાર ભયંકર  ભૂલ પણ થઈ જાય! ઘરમાં કરી શકાય એવાં શોખ પૂરા કરવા, ચિત્રકામ કરવું, સંગીતનો શોખ હોય તો રીયાઝ કરવું, જુના ગીતો સાંભળવા, ઘરકામમાં મદદ કરવી, છાપાં વગેરે નાં અગત્યનાં લેખ ફરીવાર વાંચવા, મન પસંદ લેખકની વાર્તા ઓ વાંચવી,આમ બને ત્યાં સુધી ઘરમાં જ રહીને આ સમય પસાર કરવો, કારણકે હવે પહેલાની જેમ શરીર પણ રહ્યા નથી, એટલે ગમતી ઋતુ પણ નડી શકે છે.
        આપણી પાસે તો દર સમસ્યાનાં ઉકેલ સમો‌ આર્યુવેદ છે, અને દરેક ઋતુમાં જેમ તકેદારી રાખવાની હોય છે તેમ ચોમાસામાં પણ તકેદારી રાખવાથી, ઋતુનો આનંદ પણ લઈ શકાય છે, અને બીમારી પણ દૂર રહે છે. જેમ કે દરેક જણા એ આ ઋતુમાં ઉકાળો પીવો જોઇએ,અને કડવાણીનો પ્રયોગ પણ હિતાવહ છે.આ ઉપરાંત સૌથી વધુ તો ઘર ભેજ મુક્ત રહે એ માટે તકેદારી રાખવી, જ્યારે તડકો નીકળે ત્યારે ઘરના બારી બારણા ખુલ્લા રાખવા. લીમડાનો ધૂમાડો કે ગુગળનો ધૂપ કરવો, કપૂરની ગોટી સુંઘવી, સૂંઠ વાળું પાણી પીવું, તાજુ અને હળવું ભોજન કરવું. પકોડા વગેરે પહેલાં વરસાદમાં જ પછી સાદો પોષ્ટીક અને સુપાચ્ય ખોરાક લેવો, ગરમ પીણાં અને ગરમ પાણીનો પ્રયોગ વધારવો. ઓછી સુગર વાળા ફ્રેશ જ્યુસ પીવા, કોલ્ડ ડ્રીંક ને એવોઈડ કરવું. બેકરી આઈટમ અને આથાવાળી વસ્તુ પણ બને ત્યાં સુધી ઓછી લેવી.  ભીના ન થવાય એનું ખાસ ધ્યાન રાખવું, રેઈન કોટ અને છત્રીનો ઉપયોગ કરવો. નાના બાળકોને સંધ્યા પછી બહાર લઈ જવા નહીં. માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ ચાલુ જ રાખવાનો.ખાસ લીલા શાકભાજી કે ફળો તેને ધોઈ સ્વચ્છ કરી અને ખાવા! પરંતુ અતિ સર્વત્ર વર્જ્ય એ સૂત્ર મુજબ જ ઋતુનો આનંદ લેવો, નહીં તો અત્યારે થતાં ડેન્ગ્યુ અને ટાઈફોઈડનાં વાયરસ બહુ ઝડપથી લાગે છે, ઉપરાંત ફંગલ ઇન્ફેક્શન પણ આ ઋતુમાં બહુ જ થાય છે, તો એની પણ કાળજી લેવી. સૌથી વધુ મહત્વનું સોશ્યલ મીડિયા પર બતાવાતા દરેક નુસખાનો પ્રયોગ કરવો જરૂરી નથી, એ પણ યાદ રાખવું! બહુ ખાઈ લીધું હવે ન્યુટ્રીશનનાં નામે પણ કંઈ પેટમાં નાખીશું નહીં, તો વધુ ઝડપથી તંદુરસ્ત થઈશુ! અથવા નીરોગી રહીશું. જય હિન્દ.‌
        લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
    Falguni Vasavada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article2026માં આબોહવા પરિવર્તનનું વૈશ્વિક સંકટ: આસામના પૂરથી યુરોપિયન જંગલની આગ સુધી
    Next Article South Superstar Ram Charan હોસ્પિટલમાં દાખલ, અમેરિકન ડોક્ટરોની ટીમે કાંડાની જટિલ સર્જરી કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    2026માં આબોહવા પરિવર્તનનું વૈશ્વિક સંકટ: આસામના પૂરથી યુરોપિયન જંગલની આગ સુધી

    July 28, 2026
    લેખ

    બુધવારે ગજ કેસરી યોગ, પ્રીતિયોગમાં ગુરુપૂણિમા ઉત્તમ, મોળાકતનુ જાગરણ

    July 28, 2026
    લેખ

    તંત્રી લેખ… લોકશાહી, વિરોધ અને જાહેર જીવન

    July 28, 2026
    લેખ

    શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ પ્રથમ નિર્ણાયક કાર્યવાહી: ૧૪ ધરપકડ, ૨૭ અધિકારીઓનું સસ્પેન્શન

    July 27, 2026
    લેખ

    Paper Leak પર નિર્ણાયક ફટકો: પેપર લીક વિરોધી સુધારા બિલ 2026

    July 27, 2026
    લેખ

    કર સુધારામાં એક નવો અધ્યાય, રોકાણકારો માટે નવી સ્પષ્ટતા

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,900
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,990
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 19:44
    Categories
    Latest News

    પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti

    July 28, 2026

    રોકડ અને દારૂનું વિતરણ કરવાના આરોપોથી ઘેરાયેલા Congress President Jitu Patwari

    July 28, 2026

    શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે,Kejriwal એકે-૪૭ વિવાદ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા

    July 28, 2026

    હું PM Mod-Shahને પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ-પેલેટ ગનનો ઉપયોગ કરવાની શું જરૂર હતીઃPriyanka Gandhi

    July 28, 2026

    UPએ સરકાર દરમિયાન કેટલા પેપર લીક થયા હતા,જો હું તેમની ગણતરી શરૂ કરીશ, તો હું તેમની ચર્ચા કરી શકીશ નહીં,Jitendra Singh

    July 28, 2026

    ‘Spider-Man : બ્રાન્ડ ન્યૂ ડે’માં ૮ સેકન્ડનાં કિસિંગ સીન પર સેન્સરની કાતર ફરી

    July 28, 2026
    Search
    Main News

    શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે,Kejriwal એકે-૪૭ વિવાદ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા

    July 28, 2026

    હું PM Mod-Shahને પૂછવા માંગુ છું કે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ-પેલેટ ગનનો ઉપયોગ કરવાની શું જરૂર હતીઃPriyanka Gandhi

    July 28, 2026

    UPએ સરકાર દરમિયાન કેટલા પેપર લીક થયા હતા,જો હું તેમની ગણતરી શરૂ કરીશ, તો હું તેમની ચર્ચા કરી શકીશ નહીં,Jitendra Singh

    July 28, 2026

    કુતરાએ ગાંજો ખાધો અને… 4 હજાર ફુટ પહાડ ચડી ગયો

    July 28, 2026

    Parisમાં માથા ફરેલા શખ્સનો મહિલાઓ પર છરી વડે હુમલો

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પીડીપી ૫ ઓગસ્ટે કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરશે,Mehbooba Mufti

    July 28, 2026

    રોકડ અને દારૂનું વિતરણ કરવાના આરોપોથી ઘેરાયેલા Congress President Jitu Patwari

    July 28, 2026

    શું વિદ્યાર્થીઓ આતંકવાદી છે,Kejriwal એકે-૪૭ વિવાદ પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.