Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે
    • Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે
    • Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું
    • CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
    • Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી
    • Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે
    • Bharuch: એક જ પરિવારના 3 સભ્યો પર ચપ્પુથી ઘાતકી હુમલો, 2ના મોત
    • Jammu and Kashmir ના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં કડાકો…!!!
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં કડાકો…!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 24, 2026Updated:April 25, 2026No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટ માટે આજનો દિવસ ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં સ્પષ્ટ બેરિશ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. શરૂઆતથી જ બજારમાં દરેક ઉછાળે વેચવાલી જોવા મળી અને દિવસ દરમિયાન કોઈ પણ મજબૂત રિકવરી જોવા મળી નહોતી.

    વૈશ્વિક દબાણ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે સેન્સેક્સ, નિફ્ટી, સહિત સોના અને ચાંદીના ભાવમાં થયેલ ઘટાડા સાથે રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જેના પરિણામે ચારેબાજુ વેચવાલીનો માહોલ રહ્યો હતો.

    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામને ટ્રમ્પે બેમુદ્દત લંબાવ્યા છતાં હજુ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી બન્ને પક્ષોએ કાયમ રાખીને એકબીજાના જહાજોને અટકાવવાના પ્રયાસો કરતાં રહેતાં વિશ્વ પર હજુ ફયુલ અછતનું સંકટ કાયમ રહેતાં અને ફરી યુદ્વની સ્થિતિમાં પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે ક્રુડ ઓઈલના ભાવ વધતાં વૈશ્વિક બજારોમાં પણ નરમાઈ રહી હતી.

    વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ, ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતી અનિશ્ચિતતા, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત વેચવાલી બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ રહ્યા હતા. ટેકનિકલી પણ બજારે મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી નાખ્યા છે, જે ટૂંકા ગાળામાં વધુ નબળાઈના સંકેત આપે છે.

    ક્રુડ ઓઈલનો  પુરવઠો ખોરવાવાના સંજોગોમાં આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ અને ડિઝલમાં લીટર દીઠ રૂ.૨૫ સુધી ભાવ વધારો અનિવાર્ય બની જવાના અહેવાલો વહેતાં થતાં ઓટોમોબાઈલ શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. ઓટો શેરો સાથે બેંકિંગ-ફાઈનાન્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીએ મોટું ધોવાણ નોતર્યું હતું. જો કે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ તેજી કર્યા સાથે કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. રિયાલ્ટી શેરો અને આઈટી-સોફ્ટવેર શેરો પણ તૂટયા હતા.

    સેન્સેક્સ  : સેન્સેક્સમાં દિવસ દરમિયાન સતત વેચવાલી જોવા મળી. બેન્કિંગ અને આઈટી સેક્ટરના હેવીવેઈટ સ્ટોક્સમાં ઘટાડો થતાં ઇન્ડેક્સ પર દબાણ વધ્યું હતું. દરેક નાના ઉછાળા પર વેચવાલી આવતી હોવાથી બજાર ઉપર જઈ શક્યું નહોતું.

    બીએસઇ સેન્સેક્સ :- ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૬૬૪ સામે ૭૭૪૮૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૪૦૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી સેન્સેક્સ સરેરાશ ૯૯૯ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૬૬૪ પોઈન્ટ બંધ થયેલ.

    નિફ્ટી ફ્યુચર : નિફ્ટી ફ્યુચરમાં સ્પષ્ટ રીતે મંદી જોવા મળ્યો હતો. જે દર્શાવે છે કે ટ્રેડર્સ વધુ ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે.

    અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટમાં ઘટાડો નોંધાયો હતો, જેનાથી વૈશ્વિક સેન્ટિમેન્ટ નબળું બન્યું હતું. યુરોપિયન બજારોમાં પણ નબળાઈ જોવા મળી હતી, જ્યારે એશિયન બજારોમાં વ્યાપક ઘટાડો નોંધાયો હતો. આથી ભારતીય બજાર પર સીધી નકારાત્મક અસર પડી હતી.

    નિફ્ટી ફ્યુચર :- ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૧૬૩ સામે ૨૪૧૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૩૪ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૨૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૯૩૫ પોઈન્ટ બંધ થયેલ.

    વૈશ્વિક પરિબળો : મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષ અને ઊર્જા સપ્લાય અંગેની ચિંતાઓ વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમ બની રહી છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીથી વૈશ્વિક મોંઘવારી વધવાની શક્યતા છે, જેનાથી વ્યાજદર ઊંચા રહેવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડી શકે છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં વૃદ્ધિમાં ઘટાડાની ચેતવણી આપી છે, જે બજારો માટે નકારાત્મક સંકેત છે.

    સ્થાનિક પરિબળો : સ્થાનિક સ્તરે બજાર પર નકારાત્મક અસર કરતી મુખ્ય બાબતોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત આઉટફ્લો નોંધાયો છે, જેના કારણે લિક્વિડિટી પર દબાણ આવ્યું છે અને બજારમાં વેચવાલી વધતી જોવા મળી છે. રૂપિયામાં નબળાઈ પણ બજાર માટે ચિંતાનો વિષય બની છે, કારણ કે કમજોર કરન્સી વિદેશી રોકાણકારોના વિશ્વાસને અસર કરે છે અને આયાત ખર્ચમાં વધારો કરે છે. ઉંચા વેલ્યુએશનના કારણે પણ રોકાણકારોમાં સાવચેતી જોવા મળી રહી છે, કારણ કે બજારના ઘણા શેર તેમના ફંડામેન્ટલ્સની સરખામણીએ મોંઘા લાગે છે. મોંઘવારી અંગેની વધતી ચિંતાઓ પણ બજાર માટે નકારાત્મક પરિબળ બની રહી છે, જેનાથી વ્યાજદર ઊંચા રહેવાની શક્યતા વધી રહી છે અને અર્થતંત્ર પર દબાણ આવી શકે છે. જો કે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા ખરીદી થતી રહી છે, પરંતુ તે બજારને સંપૂર્ણ રીતે સ્થિર રાખવામાં પૂરતી સાબિત થઈ નથી.

    સેક્ટરવાઇઝ મૂવમેન્ટ : આઈટી સેક્ટરમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું છે, કારણ કે વૈશ્વિક માંગમાં નબળાઈ અને કરન્સી સંબંધિત ચિંતાઓના કારણે રોકાણકારોએ આ સેક્ટરમાં વેચવાલી કરી છે.મેટલ સેક્ટરમાં વૈશ્વિક માંગ ઘટતા ભાવમાં ઘટાડો નોંધાયો છે, જે આ સેક્ટર માટે નકારાત્મક સંકેત આપે છે. બેન્કિંગ સેક્ટરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોની તેજી બાદ રોકાણકારોએ નફો બુક કર્યો છે. રિયલ્ટી સેક્ટરમાં વ્યાજદર વધવાની આશંકાને કારણે દબાણ જોવા મળ્યું છે, કારણ કે ઊંચા વ્યાજદર રિયલ એસ્ટેટની માંગને અસર કરે છે કારણ કે અનિશ્ચિત પરિસ્થિતિમાં રોકાણકારો આ સેક્ટરને વધુ સુરક્ષિત માનતા હોય છે.

    તેજી તરફી કારણો : સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા મર્યાદિત ખરીદી બજાર માટે થોડો સપોર્ટ પૂરું પાડે છે, જે સંપૂર્ણ વેચવાલીને અટકાવવામાં મદદરૂપ બને છે. ડિફેન્સિવ સ્ટોક્સમાં રોકાણકારોની રસદારી યથાવત રહે છે, જે બજારમાં થોડું સંતુલન જાળવી રાખે છે. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાને કારણે બજારમાં સંપૂર્ણપણે નેગેટિવ ટ્રેન્ડ સર્જાયો નથી અને રોકાણકારોમાં વિશ્વાસ યથાવત રહ્યો છે.

    મંદી તરફી કારણો : વૈશ્વિક જીઓપોલિટિકલ તણાવ બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ બની રહ્યો છે, જે રોકાણકારોમાં અનિશ્ચિતતા અને ભય વધારી રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી ભારત જેવા આયાત આધારિત દેશ માટે નકારાત્મક છે કારણ કે તે મોંઘવારી અને ખર્ચમાં વધારો કરે છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી બજાર પર દબાણ ઊભું કરી રહી છે અને લિક્વિડિટી ઘટાડે છે. ટેકનિકલ દૃષ્ટિએ મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તૂટતા બજારમાં બેરિશ ટ્રેન્ડ વધુ મજબૂત બન્યો છે. નબળા વૈશ્વિક સંકેતોના કારણે રોકાણકારોમાં Risk-Off સેન્ટિમેન્ટ જોવા મળ્યો છે, જે બજારમાં વધુ વેચવાલીને પ્રોત્સાહન આપે છે.

    એફઆઈઆઈ / ડીઆઈઆઈ પ્રવૃત્તિ : મિત્રો,૨૩.૦૪.૨૦૨૬ એપ્રિલ ના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.૩૨૫૪.૭૧ વેચવાલી જોવા મળી હતી. જયારે બીજી બાજુ સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂ.૯૪૧.૩૫ ખરીદી જોવા મળી હતી.

    કોમોડિટી મૂવમેન્ટ : ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી છે, જે ભારત માટે નકારાત્મક છે. મેટલ્સમાં ઘટાડો નોંધાયો છે, જે વૈશ્વિક માંગમાં નબળાઈ દર્શાવે છે.

    ગોલ્ડ – મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા પર ગોલ્ડમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. શરૂઆતમાં Safe Haven તરીકે તેજી હતી પરંતુ ડોલર મજબૂત થતાં પ્રોફિટ બુકિંગ આવ્યું.

    સિલ્વર – સિલ્વરમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ નબળી પડતા ભાવ પર દબાણ આવ્યું હતું.

    ભાવિ દિશા :- પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા જતા યુદ્ધના ભય અને અમેરિકી નૌકાદળની હિલચાલને કારણે રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત, વૈશ્વિક શેરબજારોમાં નબળાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી પણ આ મોટા કડાકા પાછળ જવાબદાર માનવામાં આવે છે. ટૂંકા ગાળામાં બજારમાં નબળાઈ યથાવત રહેવાની શક્યતા છે.

    ગ્લોબલ સંકેતો, ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈ પ્રવૃત્તિ બજાર માટે મુખ્ય ટ્રિગર રહેશે. જો વૈશ્વિક પરિસ્થિતિ સુધરે તો જ બજારમાં રિકવરી શક્ય છે.આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં બેરિશ ટ્રેન્ડ સ્પષ્ટ રહ્યો હતો. વૈશ્વિક પરિબળો, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને એફઆઈઆઈ વેચવાલી મુખ્ય કારણો રહ્યા છે. ટૂંકા ગાળે બજારમાં વોલેટિલિટી અને નબળાઈ યથાવત રહેવાની શક્યતા છે, તેથી રોકાણકારોએ સાવચેતીપૂર્વક અને વ્યૂહાત્મક રીતે આગળ વધવું જરૂરી છે.

    તા.૨૭.૦૪.૨૦૨૬ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૪.૦૪.૨૦૨૬ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૯૩૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૮૦ પોઈન્ટ થી ૨૩૮૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૩૬૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • અદાણી એનર્જી સોલ્યુશન્સ ( ૧૪૧૬ ) :- A/T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૭૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • અદાણી ગ્રીન એનર્જી ( ૧૨૩૦ ) :- રૂ.૧૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૧૯૦ બીજા સપોર્ટથી પાવર જનરેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૪૭ થી રૂ.૧૨૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!

    Ø સેમિન્ડિયા પ્રોજેક્ટ્સ ( ૬૪૪ ) :- A/T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૬૧૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૬૦૬ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૬૫૭ થી રૂ.૬૬૪ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૬૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    • સિન્જીન ઇન્ટરનેશનલ ( ૪૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૯૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૯૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૪૩૭ થી રૂ.૪૪૫ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વરુણ બેવરેજીસ ( ૪૮૫ ) :- રૂ.૪૭૦ નો પ્રથમ તેમજ રૂ.૪૬૪ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૪૯૭ થી રૂ.૫૧૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
    • KPI ગ્રીન એનર્જી ( ૪૪૭ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૮ થી રૂ.૪૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૪૩૪ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
    • સેલો વર્લ્ડ ( ૪૧૯ ) :- રૂ.૩૯૭ નો પ્રથમ તેમજ રૂ.૩૯૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી હાઉસવેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
    • ઝાયડસ વેલનેસ ( ૪૮૪ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૪૭૦ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૪૯૭ થી રૂ.૫૦૮ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
    • આઈટીસી લીમીટેડ ( ૩૦૨ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૯૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૩૧૩ થી રૂ.૩૧૯ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
    • ACME સોલર હોલ્ડિંગ્સ ( ૩૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૮૮ આસપાસ રોકાણકારે રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૨૮૦ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!

    By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591

     Disclaimer – https://www.capsavaj.com/policies

    The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

    Indian Stock Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    મુખ્ય સમાચાર

    ફ્લેટના કબજામાં વિલંબ બદલ બિલ્ડરે દર મહિને વ્યાજ ચૂકવવું પડશે : Bombay High Court

    June 10, 2026
    રાષ્ટ્રીય

    Bank એ દિવસની શરૂઆત પહેલા દરરોજ પોતાનો વ્યાજ દર વેબસાઇટ પર જાહેર કરવો પડશે

    June 10, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!

    June 9, 2026
    રાષ્ટ્રીય

    SEBI એકાઉન્ટિંગ એન્ટ્રીઓ સમજવામાં નિષ્ફળ ગઈ

    June 9, 2026
    રાષ્ટ્રીય

    મોટા નિર્ણયની તૈયારી! Gold Loansની માહિતી મંગાવતી સરકાર

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026

    CM ઓફીસ, અમદાવાદ મ્યુ.કચેરી તથા આરએસએસ મથકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    June 10, 2026

    Modi શાસનના 12 વર્ષ : મુખ્યમંત્રી દ્વારા ત્રિમંદિર ખાતે દર્શન અને આરતી

    June 10, 2026

    Gold 1.50 લાખ, Silver 2.40 લાખની નીચે

    June 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkummar Rao and Vamika ની પ્રહાર ઓગસ્ટમાં રીલિઝ થશે

    June 10, 2026

    Shraddha Kapoor and Sidharth Malhotra ની ફિલ્મો ટકરાશે

    June 10, 2026

    Salman Khan ના ખૂબ જ નજીકના અને પરમ મિત્ર Kumud Raneનું નિધન થયું

    June 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.