Mumbai,તા.13
શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઇઠા’ હવે ચોથી ડિસેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ મૂળે આ મહિને રજૂ થવાની હતી. પરંતુ, યશની ‘ટોક્સિક’ સાથે ટક્કર ટાળવા તેની રીલિઝ ઠેલાઈ હતી.
જોકે, આમ કરવા જતાં ‘ઈઠા’ વધુ સ્પર્ધામાં ફસાઈ છે. ડિસેમ્બરમાં આ જ તારીખોમાં પ્રભાસની ‘ફૌઝી’ રીલિઝ થવાની છે. અક્ષય કુમાર તથા વિદ્યા બાલનની હજુ ટાઈટલવિહોણી રહેલી ફિલ્મ પણ ત્યારે જ રીલિઝ થવાની છે. આમ શ્રદ્ધાએ બોક્સ ઓફિસ પર ભારે મુકાબલાનો સામનો કરવો પડશે. ‘ઈઠા’ મહારાષ્ટ્રની વિખ્યાત તમાશા અને લાવણી ડાન્સર વિઠાબાઇ નારાયણગાવકરની બાયોપિક છે. હોરર ફિલ્મોમાં કામ કરનારી શ્રદ્ધા કપૂરને આ ફિલ્મમાં ડાન્સર તરીકે પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી છે. તેની સાથે મુખ્ય ભૂમિકામાં રણદીપ હૂડા છે.

