Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક મીઠી બાળવાર્તા – “ચકી અને નવ રંગના દુપટ્ટા”

    October 10, 2026

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક મીઠી બાળવાર્તા – “ચકી અને નવ રંગના દુપટ્ટા”
    • Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત’ કાર્યક્ર્‌મ યોજાયો
    • Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!
    • રાજ્યપાલની ઉપસ્થિતિમાં Rajkot માર્કેટ યાર્ડ ખાતે ’પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો
    • આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે Rajkot ખાતેથી ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ
    ગુજરાત

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagarતા.8
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને ચરિતાર્થ કરતા, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યનું ધાર્મિક પ્રવાસન એક સ્વર્ણિમ યુગ તરફ આગળ વધી રહ્યું છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’નું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.

    પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે આવેલું ‘શ્રી કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામ’, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્મિણીના લગ્ન થયા હતા. આ પ્રાગૈતિહાસિક અને આધ્યાત્મિક સ્થળને હવે વૈશ્વિક ફલક પર ઝગમગતું બનાવવા માટે ગુજરાત સરકાર તથા તેના સાહસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાનિંગ પર કાર્ય ચાલી રહ્યં છે.

    સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત માધવપુર ગામમાં એક-એક કિલોમીટરના વ્યાસમાં આવેલા તમામ પૌરાણિક સ્થળોને એક સુંદર સૂત્રમાં ગૂંથવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં રૂા.47.99 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ મજબૂત પાયા પર આગળ વધતા બીજા તબક્કાની કામગીરી હાથ ધરવાની તૈયારીઓ કરાઈ રહી છે. પ્રથમ તબક્કામાં શ્રી રુક્મિણી માતાજી મંદિર, લગ્નવેદીની સાક્ષી ‘ચોરી માયરા’, પવિત્ર બ્રહ્મકુંડ અને ભવ્ય મુખ્ય પ્રવેશદ્વારનું સફળ લોકાર્પણ સ્વયં મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી ચૂક્યું છે.

    હવે બીજા તબક્કાનું કામ સંપૂર્ણ ગતિ સાથે શરૂ થઈ ગયું છે. રાજ્ય સરકાર દ્વારા રૂા.43.72 કરોડના ખર્ચે બીજા તબક્કાના વિકાસ કાર્યોને ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહ્યા છે. બીજો તબક્કો બે વર્ષની અંદર પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

    ► ભવ્ય કાયાકલ્પ : 20.25 કરોડથી સજ્જ થશે ઐતિહાસિક માધવરાયજી મંદિરનું સ્વરૂપ
    બીજા તબક્કાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ભગવાન માધવરાયજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો છે. રૂા.20.25 કરોડના ખર્ચે આ ઐતિહાસિક મંદિરને નવું સ્વરૂપ આપવામાં આવશે. આ કાર્ય પૂર્ણ થતાં અહીં આધ્યાત્મ, ઇતિહાસ અને પ્રાચીન સ્થાપત્યકળાનો અદ્વિતીય સંગમ જોવા મળશે.

    ► દરિયા કિનારે પ્રવાસનનો નવો રોમાંચ: 200 મીટર લાંબો ભવ્ય બીચ ફ્રન્ટ અને આધુનિક ફૂડ કોર્ટ તૈયાર થશે
    માધવરાયજી મંદિર પાસે આવેલા દરિયાકિનારાને નવા પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં કુલ 200 મીટર લાંબા વિસ્તારમાં બીચ ડેવલપમેન્ટ કરવામાં આવશે. પર્યટકોની મૂળભૂત સુવિધાઓને ધ્યાનમાં રાખીને આધુનિક ફૂડ કિઓસ્ક, હાઈટેક ટોયલેટ્સ અને બેઠકોની અત્યંત સુંદર વ્યવસ્થા (ફૂડ કોર્ટ સિટિંગ) તૈયાર કરવામાં આવી રહી છે.

    ► શ્રદ્ધાળુઓને ટ્રાફિક જામથી મુક્તિ: રૂા.5.31 કરોડના ખર્ચે બનશે વિશાળ આઉટર પ્લાઝા અને પાર્કિંગ
    માધવપુર મેળા અને તહેવારો દરમિયાન ઉમટતી ભારે ભીડના સુગમ સંચાલન માટે મંદિર પરિસરના બાહ્ય ભાગનો સુવ્યવસ્થિત વિકાસ કરવામાં આવી રહ્યો છે. રૂા.5.31 કરોડના ખર્ચે બનનારો આ વિશાળ આઉટર પ્લાઝા અને વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ શ્રદ્ધાળુઓના અવરજવરને અત્યંત સરળ અને સુરક્ષિત બનાવશે.

    ► પહોળા રસ્તાઓથી સરળ બનશે માર્ગ: કાચબા ઉછેર કેન્દ્રથી મંદિર સુધી બનશે 9 મીટર પહોળો એપ્રોચ રોડ
    કનેક્ટિવિટીને નવું વિસ્તરણ આપવા માટે માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વમાં મહત્વપૂર્ણ પાયાના કામો શરૂ થયા છે. તેના અંતર્ગત સ્થાનિક કાચબા ઉછેર કેન્દ્રથી સીધા માધવરાયજી મંદિર સુધી પહોંચતા માર્ગને 9 મીટર સુધી પહોળો કરવામાં આવી રહ્યો છે, જેથી સાંકડા રસ્તાઓની સમસ્યા કાયમ માટે દૂર થઈ જશે.

    ► સેલ્ફી પોઇન્ટ્સ અને કલાત્મક મૂર્તિઓ: રૂા.3.45 કરોડથી ‘ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડલી’ બનશે રુક્મિણી-કૃષ્ણ ધામ
    યુવા પેઢી અને આધુનિક પર્યટકોને આકર્ષવા માટે આ ધાર્મિક પરિસરને નવો લુક આપવામાં આવી રહ્યો છે. રૂા.3.45 કરોડના બજેટથી સમગ્ર વિસ્તારમાં ભવ્ય લેન્ડસ્કેપ, રંગબેરંગી ફાઉન્ટેન, સનાતન સંસ્કૃતિ દર્શાવતી વિવિધ કલાત્મક મૂર્તિઓ (સ્કલ્પચર્સ), સ્પષ્ટ સાઇનબોર્ડ્સ અને આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે.

    ► અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર : અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિકલ, પ્લંબિંગ અને સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમથી સજ્જ બનશે સમગ્ર પરિસર
    પરિસરની સુંદરતામાં કોઈ અવરોધ ન આવે તે માટે તમામ મૂળભૂત લાઇનોને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રોજેક્ટ વિસ્તારમાં એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ, પ્લંબિંગ અને વૃક્ષો-છોડ તથા લેન્ડસ્કેપની હરિયાળી સદાબહાર રહે તે માટે આધુનિક ઇરિગેશન (સિંચાઈ) સિસ્ટમનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરતું માધવપુરનું આ નવું અને ભવ્ય સ્વરૂપ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને નવું બળ આપશે, અને સાથે-સાથે સ્થાનિક સ્તરે રોજગાર અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર પણ ખોલશે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ
    Next Article હવે, Ram temple ના નામે નકલી રસીદોનો પર્દાફાશ થયો છે; આરોપીઓ દાતાઓ પાસેથી પૈસા પડાવતા હતા
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026
    અમદાવાદ

    ગુજરાત કબડ્ડી લીગ માટે Ahmedabad હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ; કબડ્ડીને ગુજરાતમાં નવી ઓળખ અપાવવાનો સંકલ્પ

    October 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: બોસના નામે મેસેજ કરી ગઠિયાઓએ એકાઉન્ટન્ટ પાસેથી ૯૫.૮૦ લાખ પડાવ્યા

    October 9, 2026
    અમદાવાદ

    Ahmedabad: વેપારીઓને પરચુરણ લાવી આપવાનું કહીને ઠગાઈ કરતો ચાલાક ઠગ ઝડપાયો

    October 9, 2026
    મુખ્ય સમાચાર

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 16:40
    Categories
    Latest News

    એક મીઠી બાળવાર્તા – “ચકી અને નવ રંગના દુપટ્ટા”

    October 10, 2026

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026

    આજનું રાશિફળ

    October 9, 2026

    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની બાલ્યાવસ્થાની લીલાભૂમિ Rajkot ખાતે ‘રઢિયાળી રાત’ કાર્યક્ર્‌મ યોજાયો

    October 9, 2026

    Jamnagar નજીક મોટી ખાવડીમાંથી ભરાતા પેટ્રોલમાં ભેળસેળ કરી રાજસ્થાનમાં વેચાણ!

    October 9, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક મીઠી બાળવાર્તા – “ચકી અને નવ રંગના દુપટ્ટા”

    October 10, 2026

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે સ્ટોક સ્પેશિફિક ખરીદીનો માહોલ…!!

    October 9, 2026

    આજનું પંચાંગ

    October 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.