Jetpur,તા.25
જેતપુર સમસ્ત સિંધી સમાજ દ્વારા અમદાવાદ મા સિંધી સમાજ ના નિર્દોષ વિધાર્થી ના હત્યા ના વિરોધ મા મૌન રેલી કાઢી મામલતદાર ને આવેદનપત્ર પાઠવી.
આ ધટના ને વખોડી અને હત્યારાઓ ને આકરી સજા થાય તે માંગણી કરી આવેદનપત્ર આપેલ. બે દિવસ પહેલા અમદાવાદમાં મણીનગરમાં રહેતા અને અમદાવાદ ની સેવન ડે સ્કુલ માં અભ્યાસ કરતો સિંધી નયન સંતાણી નામ નો સગીર વિધાર્થી ને તેજ સ્કુલ માં અભ્યાસ કરતો એક મુસ્લિમ સગીર વિધાર્થી સાથી મિત્રો સાથે નયન સંતાણી ની ધાતકી રીતે હત્યા નિપજાવેલ તેમજ ધટના પછી સ્કુલ મેનેજમેન્ટ તેમજ પોલીસ ની બેદરકારી સામે આવતા જેના વિરોધ મા જેતપુર સમસ્ત સિંધી સમાજે ધટના નો વિરોધ કરી અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી .
આ ધટના ના આરોપીઓ ને સખત સજા થાય તેવી માગણી કરી અને નયન સંતાણી ના પરિવાર ને ન્યાય ઝડપી મળે તે સરકાર ને માગણી કરવામાં આવેલ આજે જેતપુર સમસ્ત સિંધી સમાજ દ્વારા રેલી મા મોટી સંખ્યામાં લોકો વેપારીઓ અને આગેવાનો જોડાયા હતા અને આ ધટના નો સખત વિરોધ કર્યો હતો.

