Keshod, તા. 3
કેશોદ ના ખમીદાણા ગામે આઠ માસ પહેલા ગુમ થયેલા વૃધ્ધ મહિલા ની હત્યા કરી દાગીના ની લુંટ કરી અને લાશ ને કુવામાં ફેંકી દેવામાં આવી હતી વૃધ્ધ મહિલા ને પાણી પીવાના બહાને ઘરમાં બોલાવી અને ચુંદળી વડે ગળાફાંસો આપી વૃધ્ધાની લાશને કુવામાં ફેંકી દેવામાં આવી હોવાની કેફિયત વૃધ્ધ મહિલા ના હત્યા કરનાર શખ્સ દ્વારા પોલીસ ને પુછપરછ દરમિયાન અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આજથી આઠ માસ પહેલા ખમીદાણા ગામના રહેવાસી 65 વષિેય વૃધ્ધ મહિલા ગુમ થયાની ફરિયાદ પરિજનો દ્વારા અપાઈ હતી અને ત્યારબાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોઇ ભાળ મળી ન હતી પરંતુ બે દિવસ પહેલા જૂનાગઢ આર. આર. શેલને કોઈ જાણકારી મળતાં તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન કુવા માંથી હાડકા ના અવશેષો તથા દાગીના વગેરે મળતા ફોરેન્સિક એક્સપર્ટ વગેરે ને સાથે રાખી તપાસ હાથ ધરી હતી અને તે દરમિયાન એક શખ્સ ની સધન પુછપરછ કરતાં વૃધ્ધ મહિલા ની હત્યા કરવામાં આવી હોવાની કબુલાત કરી હતી.
જેને આધારે પોલીસે મળેલ સામાન અને આરોપી ની કબુલાત ને આધારે ખમીદાણા ના મહેશ મુકેશ વ્યાસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતક ના પંદર તોલા ના પહેરેલ દાગીના અને રોકડ રકમ ગુમ થઈ છે તે બાબતે આરોપી ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ સાથે આરોપી ના ઘરે સચે કરીને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

