(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૨૦ઃ
મોરબીની સબ જેલ ગુનેગારોનો અડ્ડો બની ગયો હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે સબ જેલની અંદર મોબાઈલ, પાન માવા સહિતની પ્રતિબંધિત ચીજવસ્તુઓ જયારે પણ ચેકિંગ થાય ત્યારે મળી આવે છે ગઈકાલે રાત્રીના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન સ્માર્ટ ફોન અને સીમ કાર્ડ મળી આવતા સબ જેલ પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે
મોરબી સબ જેલમાં સુબેદાર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ એન ઝેઝરીયાએ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મોરબી સબ જેલમાં ગત તા. ૧૯ ના રાત્રીના આઠ વાગ્યે રાત્રી ફરજ બજાવતા સિપાઈ ભરતભાઈ ખાંભરાનો ફોન આવ્યો કે તાત્કાલિક જેલ આવો જેથી જેલ ખાતે પહોંચી સ્ટાફને બોલાવ્યો હતો સિપાઈ અશ્વિનભાઈ મકવાણા, નારણભાઈ ખટાણા, જેલ સહાયક જયકુમાર જારીયા, જેલ સહાયક અભયસિંહ ભાટિયા, સાગરભાઈ કાનગડ, જેલ અધિક્ષક એચ એ બાબરિયા સાહેબના હુકમથી તમામ સ્ટાફને સાથે રાખી સર્કલ નં ૨ ખોલી ઝડતી કરવા ગયા હતા
ઝડતી દરમિયાન કાચા આરોપી ફારૂક અલ્લારખા ભટીના પેન્ટના નેફામાંથી એન્ડ્રોઇડ મોબાઈલ ફોન અને જીયો કંપનીના સીમકાર્ડ મળી આવ્યા હતા જેની કીમત રૂ ૧૦૦૦ જેલ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર રાખવા અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે આરોપી પાસેથી મોબાઈલ ક્યાંથી આવ્યો, કોણ લાવ્યું અને કોને લાવવામાં મદદ કરી તેની તપાસ કરવામાં આવશે

