Junagadh,તા.4
મેંદરડામાં રહેણાક મકાનના તાળા તોડી સોનાનું કડું 39.900 ગ્રામનું રૂા.3,17,644નું કોઈ ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઈ છે. મેંદરડા સરકારી દવાખાના પાછળ રહેતા પરાગભાઈ જેઠાલાલ ચંદે (ઉ.29)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.15/3/2026ની રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈશમે મકાનમાં પ્રવેશી મકાનના હોલમાં રહેલ લાકડાના કબાટના ખાનાનું લોક તોડી સોનાનું કડું 39.900 ગ્રામ રૂા. 3,17,644નું ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા મેંદરડા પોલીસ ઈન્સ્પેકટર જી.આઈ. રાઠોડે તપાસ હાથ ધરી છે.
આપઘાત
માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચેના દિવરાણા ગામે રહેતા અને મજુરીકામ કરતા વિજયભાઈ શામજીભાઈ ગામી (ઉ.50)એ કોઈ અગમ્ય કારણોસર ભાગીયાની ઓરડીમાં ગળે ફાંસો ખાઈ લીધાની ફરીયાદની મૃતકના પિતા સામજીભાઈ રામજીભાઈ ગામી (ઉ.73)એ શીલ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

