Rajkot, તા.11
દર વર્ષે બાલભવન દ્વારા ઉનાળુ વેકેશનના વર્કશોપનુ આયોજન કરવામાં આવે છે. જેમાં ૫ થી ૧૬ વર્ષના દરેક બાળકો ભાગ લેતા હોય છે બાલભવન રાજકોટના ટ્રસ્ટી ડો.અલ્પા ત્રિવેદી અને ડો.યજ્ઞેશ જોષીના માર્ગદર્શન હેઠળ બાલભવનના ઓફિસ સુપ્રિ.કિરીટ વ્યાસ, બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે આ વર્ષે પણ ઉનાળુ વેકેશન વર્કશોપનુ આયોજન થવા જઈ રહ્યું છે તા.૨૦ થી શરૂ થતા સાંજના વર્કશોપમાં ગ્લાસ પેઈન્ટીંગ, ગરબા તાલીમ, ઓરીગામી, કથ્થક નૃત્ય, નેઈલ આર્ટ, કીરીગામી, મહેંદી આર્ટ કલે ઓર્નામેન્ટસ, સેમી કલાસિકલ તેમજ સ્પોર્ટ વિભાગમાં બાસ્કેટબોલ, લોન ટેનીશ, સ્કેટીંગ, ટેબલ ટેનીશ, જીમ્નાસ્ટીક, લેડીઝ ફિટનેસ, જુડો, ટેકવોન્ડો અને ક્રિકેટ શીખવવામાં આવશે. તેમજ તા.૨૭ થી શરૂ થતા આ સવારના વર્કશોપમાં કરાટે, ફોક-વેસ્ટર્ન ડાન્સ, રંગપુરણી, ડ્રોઈંગ, હારમોનિયમ, અભિનય બાળગીત, યોગા, તબલા તાલીમ વિગેરે વર્કશોપ સાંજે ૫ થી ૭ દરમ્યાન યોજાશે. દરેક વર્કશોપમાં ૫ થી ૧૬ વર્ષના કોઈપણ બાળકો ભાગ લઈ શકે છે. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે સોમવારથી શનિવાર સાંજે ૫ થી ૭.૩૦ દરમિયાન દરેક વર્કશોપના અલગ અલગ ફોર્મ ભરી શકાશે જેની વધુ માહિતી બાલભવન કાર્યાલય પરથી રૂબરૂ મળી શકશે. જન્મ તારીખ દર્શાવતા કોઈપણ પ્રમાણપત્ર સાથે બાલભવન કાર્યાલયેથી ફોર્મ મેળવી લઈ ભરી આપવાના રહેશે.

