80 ફૂટ રોડ પરથી ચોરાઉ વાહન સાથે આનંદનગરનો શૈલેષ કોટક પકડાયો ,
Harpalsinh Jadeja ,Rajkot,તા.13
આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે ચોરાઉ બાઈક સાથે લોઠડા ગામ અને કોઠારીયા સોલ્વન્ટમાં રહેતી બેલડીને ઝડપી લીધી હતી. જયારે ભક્તિનગર પોલીસે શ્રમશ્રદ્ધા ચોક પાસે આવેલ કાવેરીના પટ્ટ પાસે ચોરાઉ બાઈક સાથે આનંદનગર કોલોનીમાં રહેતા શખસને દબોચી લઈ જરૂરી કાર્યવાહી કરી હતી. કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે ચોરાઉ બાઈક સાથે બેલડી ઊભી છે. પોલીસે બાતમીના આધારે ફાટક પાસે બાઇક સાથે ઉભેલા શંકાસ્પદ બે શખસોને પકડી બાઈક અંગેના આધાર પુરાવા માંગતા સંતોષકારક જવાબ આપી ન શકતા પોલીસે સઘન પૂછપરછ કરી હતી. શખ્સોએ પોતાના નામ રોહિત મનસુખભાઈ પરમાર(ઉં વ ૨૦)(રહે લોઠડા ગામ)અને રાહુલ ચંદુભાઈ વાઘેલા(રહે ઉં વ ૧૯)(રહે શીતળાધાર ૨૫ વા કોઠારીયા સોલવન્ટ)જણાવ્યું હતું. પોલીસે રૂ.૧૫ હજારની કિંમતનું ચોરાઉ બાઈક કબજે લઈ બન્ને શખસોને પકડી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. ૮૦ ફૂટ રોડ, શ્રમ શ્રદ્ધા ચોક કાવેરીના પટ પાસે શંકાસ્પદ બાઈક સાથે ઉભેલ શખસને પકડી બાઈકના આધાર પુરાવા માંગતા શખસ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે સઘન પૂછપરછ કરતા પોતાનું નામ શૈલેષ જનકભાઈ કોટક (રહે આનંદ નગર કોલોની ક્વાર્ટર્સ) અને આ બાઈક આનંદનગર મેઇન રોડ પરથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે રૂ.૨૮૦૦૦ની કિંમતનું ચોરાઉ બાઈક કબજે લઈ શખસ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

