Washingtonતા.25
ટ્રમ્પને અમેરિકી સુપ્રિમ કોર્ટથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટપાલ મતપત્રથી મતદાનને પ્રતિબંધીત કરનારા કાર્યવાહી આદેશને આગળ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. જો કે, એ સ્પષ્ટ નથી કે તેમનું પ્રશાસન આગામી મધ્યાવધી ચુંટણી પહેલા તેને કેટલું લાગુ કરી શકશે. આ નિર્ણય ઉપરાંત અદાલતી પડકારોની સંભાવના બની છે, જે ટ્રમ્પના આદેશને વધુ ધીમો કરી શકે છે. અમેરિકી ટપાલ વિભાગે ગત સપ્તાહે આદેશને લાગુ કરવાની યોજના બનાવી હતી.
હકીકતમાં કેટલાક રાજયોમાં મતદાતાઓને ટપાલ મતપત્ર મોકલવાની પ્રક્રિયા શરૂ થશે જેથી મોટો ફેરફાર લાગુ કરવા માટે સમય ઓછો છે. ટ્રમ્પ લાંબા સમયથી ટપાલ મતપત્રને છેતરપીંડીનું માધ્યમ બતાવી રહ્યા છે, જો કે, તેની વિરુદ્ધ પુરાવા મોજૂદ છે. તેમણે ખુદે આ મતદાન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ન્યાય વિભાગે ઉચ્ચ ન્યાયાલયથી મધ્યાવધી ચુંટણીઓ પહેલા ફેરફાર લાગુ કરવાની મંજુરી આપવા માટે ઈમરજન્સી અપીલ દાખલ કરી હતી.
ટ્રમ્પે કાર્યકારી આદેશ પર માર્ચમાં હસ્તાક્ષર કર્યા હતા તે તેમના પ્રશાસનથી યોગ્ય મતદાતાઓની યાદી બનાવવા અને અમેરિકી ટપાલ વિભાગને માત્ર એ યાદીઓમાં સામેલ લોકોને ટપાલ મતપત્ર વિતરીત કરવાનો આદેશ આપી શકે છે.
બીજી બાજુ 23 રાજયો અને ડીસ્ટ્રીકટ ઓફ કોલંબીયાના ડેમોક્રેટીક અધિકારીઓએ આ આદેશને રોકવા માટે કેસ તૈયાર કર્યો હતો. તેમણે તર્ક આપ્યો હતો કે બંધારણ રાજયો અને કોંગ્રેસને ચુંટણી કરાવવાની શક્તિ આપે છે. ટ્રમ્પના ફેરફારથી અરાજકતા અને પક્ષપાતપૂર્ણ દુરુપયોગ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ટપાલ મતપત્રો પર ટ્રમ્પ સમર્થિત તર્કોની વિરુદ્ધ ફેસલા આપ્યા છે.

